ઓસ્ટ્રેલીયા, ન્યુઝિલેન્ડ, કેનેડા, યુનાઈટેડ ક્ગ્ડિમ સહિત અનેકવિધ દેશોની કુલ ૯૦થી વધુ યુનિવર્સિટીઓએ ફેરમાં લીધો ભાગ: વિદેશ અભ્યાસ પર જવા માટે બાળકોને મુંઝવતા પ્રશ્નોનું વિશેષજ્ઞો દ્વારા કરાયું નિરાકરણ: એજ્યુકેશન ફેરનો ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો ભાગ
રાજકોટ ખાતે આવેલ ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન સંસ્થા દ્વારા રાજકોટનો સૌથી મોટો એજ્યુકેશન ફેર યોજાયો હતો. જેમાં વિદેશની અનેકવિધ નામાંકીત યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો અને તેમના દેશમાં જે યુનિવર્સિટીઓ રહેલી છે તેમના વિશે માહિતગાર પણ કર્યા હતા. ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન સંસ્થા દ્વારા આયોજીત આ ફેરમાં ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના માટે વિદેશ પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ અને કારકિર્દી કેટલા અંશે મહત્વની છે તે માટેના સેમીનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં વિદેશ અભ્યાસ માટે જાણીતા ટ્રાન્સગ્લોબના માલિક નેહા મહેતા, પ્રિયંકા અગ્રવાલ કે જેઓ ઓસ્ટ્રેલીયામાં વસવાટ કરે છે અને ટ્રાન્સગ્લોબમાં અભ્યાસ કરેલો છે. યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડનું પ્રતિનિધિત્વ કરતા સ્વેની રોકાની પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન આપ્યું હતું. સાથો સાથ આંતરરાષ્ટ્રીય સ્તર પર રિક્રુટમેન્ટ કરનાર વેન્ડી એસ્ક્રોફ, જનાર્ધન કેવીન પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રાન્સગ્લોબના બિઝનેશન ડેવલોપમેન્ટ મેનેજર મોનિલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજકોટ ખાતે આયોજીત સૌથી મોટા એજ્યુકેશન ફેરમાં ઓસ્ટ્રેલીયા, ન્યુઝિલેન્ડ, કેનેડા, યુનાઈટેડ ક્ગ્ડિમ, સ્વીત્ઝરલેન્ડ સહિતના દેશોની યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓના રસના વિષયો ઉપર ધ્યાન કેન્દ્રીત કરી તેઓને કઈ યુનિવર્સિટી અથવા કઈ કોલેજમાં સ્થાન મળી શકે છે તે અંગે તેઓને માહિતગાર કર્યા હતા.
આ તકે ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન સંસ્થાના મોનીલ મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટ્રાન્સગ્લોબ માત્રને માત્ર વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે જ નહીં પરંતુ વિદેશમાં રહી તેઓને પડતી તમામ અડચણો અને મુશ્કેલીઓને દૂર કરવા માટે હરહંમેશા પ્રયત્નશીલ રહે છે ત્યારે આગામી દિવસોમાં પ્રતિ એક શહેર માટેનો વિશેષ સેમીનારનું આયોજન કરવામાં આવશે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, જે એજ્યુકેશન ફેરનું આયોજન થયું છે તેમાં અનેકવિધ શહેરોની સંસ્થાઓ જોડાયેલી છે. પરંતુ આવનારા સમયમાં એન્જીનીયરીંગને લગતી કોઈ સંસ્થા ઓસ્ટ્રેલીયામાં હોય અને એન્જીનીયરીંગને પ્રોત્સાહન આપતી હોય તે યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવશે. વિદેશ અભ્યાસ કરવા જવા માટે પુરતા નાણાની ખુબજ જરૂરીયાત રહેતી હોય છે ત્યારે બેંક ઓફ બરોડા પણ એજ્યુકેશન ફેરમાં ભાગીદાર બની હતી અને વિદેશ અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓને કેવી રીતે નાણાકીય સહાય મળી રહે તે દિશામાં પણ તેઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ એજ્યુકેશન ફેરમાં વિદ્યાર્થીઓને ઘણી ખરી અસમંજસનો સામનો કરવો પડતો હતો તેમાંથી તેઓને બહાર કાઢી યોગ્ય દિશામાં દોરવામાં આવ્યા હતા. હાલ ૨૧મી સદીમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની ઘેલછા રહેતી હોય છે પરંતુ તેનું યોગ્ય રીતે ચયન કરવામાં આવે તો કારકિર્દી ખુબજ સારી રીતે બનતી હોય છે.
આ એજ્યુકેશન ફેરમાં તમામ વિદેશી કોલેજો અને યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ માટે અપાતા સબજેકટો વિશે પણ વિષેશ છણાવટ કરવામાં આવી હતી. આશરે એજ્યુકેશન ફેરમાં ૯૦થી વધુ મહા વિશ્વ વિદ્યાલયો એટલે કે યુનિવર્સિટીએ ભાગ લીધો હતો.