રાજ્યમાં મોટા ભાગના રોડ રસ્તા બિસ્માર બન્યા છે તેમજ બીજી તરફ સરકાર નાં નિયમો મુજબ માર્ગ અને મકાન વિભાગ હસ્તક રોડનું ૭ વર્ષ રિસરફેસિંગ કરવાનાં થતાં હોય છે પરંતુ રાજુલા જાફરાબાદ ખાંભા વિધાનસભા વિસ્તારના ધણાં બધાં એવાં રોડ હતાં જેને ૭ વર્ષ થયાં હોવા છતાં રિસરફેસિંગ કરવામાં આવ્યા નહોતા તેનાં કારણે આ વિસ્તારના યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા વિધાનસભા સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારશ્રી નું ધ્યાન ધર્યું હતું અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આવાં પ્રકારના તમામ રોડનું રિસરફેસિંગ કામ મંજૂર કર્યા હતા. લોક ડાઉન અને કોરોના વાઈરસ મહામારી નાં કારણે રોડ નિર્માણ નાં કામ થઈ શક્યા નહોતા પરંતુ હવે આ તમામ રોડ નાં નિર્માણ કામ થઈ રહ્યા છે તેનો એક રોડ રાજુલા તાલુકાના બાબરીયાધાર થી મહુવા તાલુકાના અખેગઢ ગામને જોડતા માર્ગ નું નવિનીકરણ કામ પૂર્ણ થતાં ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા શ્રીફળ ફોડી અને રીબીન કાપી લોકાર્પણ કરીને માર્ગ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે રાજુલા તા.પં. પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા, યુવા આગેવાન જોરૂભાઈ મેગળ (બાલાપર), અજય શિયાળ, કનુભાઈ પોપટ, દેવાતભાઈ વાઘ,હિતેશ સોલંકી, તેમજ પીપાવાવ પૂર્વ સરપંચ ભાણાભાઈ ગુજરીયા બાબરીયાધાર સરપંચ અનિલભાઈ લાડુમોર ,મોટી ખેરાળી સરપંચ દડુભાઈ જાજડા , અમુલી સરપંચ ગીરીશભાઈ પરમાર, ગોવિંદડી સરપંચ જે.ડી. કાછડ, ડોળિયા સરપંચ ચંપુભાઈ ભુકણ, ખારી સરપંચ નાજભાઈ ભુકણ, બાલાપર સરપંચ હમીરભાઇ મેગળ, છાપરી સરપંચ રાજુભાઈ, અખેગઢ સરપંચ નરશીભાઈ હડિયા તેમજ આસપાસના ગામોના આગેવાન નાજભાઈ બુધેલા, ગૌતમ ભારથી, મેરામભાઈ મેગળ, સુરેશભાઈ નકુમ, મગનભાઈ હડિયા,જોરૂભાઈ પોપટ, રમેશભાઈ લાડુમોર, યોગેશભાઈ કળસરિયા,દાદાભાઈ, ધીરુભાઈ ગઢવી, પ્રતાપભાઈ ગઢવી, નાગભાઈ, ભાયાભાઈ, જીણાભાઇ પરમાર, નાગબાપુ મેગળ,નાજભાઈ મેગળ,ઉનડભાઈ મેગળ, વિષણુબાપુ, દાનુભાઈ, જયતુભાઈ,પીઠાભાઈ, મેરામભાઈ, પથુભાઈ પોપટ, નવાગામ મેરીયાણા થી ભાવેશભાઈ ભુકણ ,કથુભાઈ જાજડા, શુકલભાઈ ધણગણ, સહિતનાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જોરૂભાઈ મેગળ તથા અનિલભાઈ લાડુમોર દ્વારા જહેમત ઉઠાવી.
Trending
- મોડી રાતે 4.2ની તીવ્રતાનો ભૂકંપ: હળવદ અને સુરેન્દ્રનગર સુધી આંચકો અનુભવાયો
- Surat: કાપડ બજારમાં દિવાળી અને લગ્નસરાની ઘરાકી જામતા વેપારીઓમાં ખુશી
- મેક ઇન ઇન્ડિયા રંગ લાવ્યું : ટોયઝ અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં આયાતનું ભારણ ઘટ્યું
- તો બૉલીવુડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિતે કિંગ ખાન સાથે “દિલ તો પાગલ હૈ” આ માટે કર્યું
- રિલાયન્સ-ડિઝની અને વીઆકોમનું મર્જર: નીતા અંબાણી બન્યાં ચેરપર્સન
- ભારતે બેટિંગમાં જબરદસ્ત પ્રદર્શન કરી આફ્રિકાને કચડ્યું: સિરીઝ 3-1થી અંકે કરી
- મૂકો લાપસીના આંધણ : ગીર પંથકની જીવાદોરી તાલાલાની સુગર ફેક્ટરી ફરી શરૂ થશે
- Patan : રાધનપુર વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ થતાં રોષે ભરાયા