મનિષા ચંદ્રાને રૂરલ ડેવલમેન્ટના કમિશનર બનાવાયા: જ્યારે કે.એમ.ભિમજીયાણીની નાણા-ખર્ચ સચિવ તરીકે બદલી
રાજ્ય સરકાર દ્વારા બે આઇએએસની બદલી કરવામાં આવી છે. જ્યારે ત્રણ સિનીયર અધિકારીઓને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના નાણા-ખર્ચ સચિવ અને ગ્રામ વિકાસમાં કમિશનર તરીકે વધારાનો ચાર્જ સંભાળતા મનીષા ચંદ્રાની રૂરલ ડેવલપમેન્ટના કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે સહકાર, પશુપાલન અને મત્સ્યોદ્યોગના સચિવ કે.એમ.ભિમજીયાણીને નાણા (એક્સપેન્ડીચર)ના સચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે ત્રણ સિનિયર
આઇએએસને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યા છે. કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગના એસીએસ એકે રાકેશને સહકાર પશુપાલન અને મત્સ્યોદ્યોગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
લેન્ડ રિફોમર્સ અને રેવન્યુ વિભાગના કમિશનર પી.સ્વરૂપને મહેસુલ અપીલ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જ્યારે સાયન્સ-ટેકનોલોજી વિભાગના સીઇઓ વિજય નહેરાને ધોલેરા, માંડલ, બેચરાજી એસઆઇઆર (સર)નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.