હળવદ, ગાંધીધામ, સિકકા, ખંભાળીયા, થાનગઢ, પોરબંદર -છાયા, ઉના, ઓખા, માળીયા (મી.), બોટાદ, ચોરવાડ સહિતની પાલિકાના ચીફ ઓફીસરો બદલાયા
રાજય સરકારના શહેર વિકાસ અને શહેરી ગૃહ નિમાણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્રની 18 સહિત રાજયની 4ર નગરપાલિકાઓના ચીફ ઓફીસરોની બદલી કરવામાં આવી છે.
પાલિકાના ચીફ ઓફીસર નીતિનભાઇ બોડાતની, ઓડ પાલિકાના ચીફ ઓફિસર હરેશકુમાર બ્રહ્મભટ્ટ, વલસાડ નગરપાલિકાના ચીફ ઓફીસર સંજયકુમાર, હળવદ નગરપાલિકાના ચીફ ઓફીસર પંકજ બારોટ, મહેમદાવાદ નગર પાલિકાના ચીફ ઓફિસર પાર્થવન ગોસ્વામી, બારડોલી પાલિકાના વી.એમ. પરીખ, ભાવનગર પ્રાદેશિક કમિશ્નર ભરત વ્યાસ, વડનગર પાલિકાના મનોજ સોલંકી, હિંમતનગર પાલિકાના નવનીત પટેલ, ગાંધીધામ પાલિકાના દર્શનસિંહ ચાવડા, વિજાપુર પાલિકાના જયેશ પટેલ, ડાકોર પાલિકાના સંજયકુમાર પટેલ, સિકકા પાલિકાના ઉપેન્દ્ર ગઢવી, ઇડર પાલિકાના હરિશચંદ્ર અગ્રવાલ, વિરમગામ પાલિકાના વિનોદભાઇ રાઠોડ, ખંભાળીયા પાલિકાના યશપાલ વાઘેલા, મહેસાણા પાલિકાના અલ્પેશ પટેલ, દાહોદ પાલિકાના કમલકાંત પ્રજાપતિ, કાલોલ પાલિકાના હિરલબેન ઠાકર, પારડી પાલિકાના પ્રાંચી દોશી, ઉમરગામ પાલિકાના જીજ્ઞેશ બારોટ, આમોદ પાલિકાના કોમલ ધાનૈયા, થાનગઢ પાલિકાના નિલમ રોય, પોરબંદર છાંયા નગરપાલિકાના મનન ચતુર્વેદી, ઉના પાલિકાના જયદેવ ચૌહાણ, પેટલાદ નગરપાલિકાના સંજયકુમાર રામાનુજ, ઓખા પાલિકાના અમિતકુમાર પંડયા, માળીયા મીંયાણા પાલિકાના ઉર્મીલા સુમેસરા, બોટાદ પાલિકાના મુકેશ વાઘેલા, ચોરવાડ પાલિકાના પરાક્રમસિંહ મકવાણા, ભાભર પાલિકાના સદામહુસેન અન્સારી, રાજુલા પાલિકાના ગીરીશકુમાર સરૈયા, મહુવા પાલિકાના વિજયભાઇ ઇટાલીયા, વંથલી પાલિકાના મયુરભાઇ જોશી, છોટા ઉદેપુર પાલિકાના અતુલચંદ્ર સિંહા, કાલાવડ નગરપાલિકાના નિકુંજભાઇ વોરા, લાઠી પાલિકાના ભાવનાબેન ગૌસ્વામી, બગસરા પાલિકાના વિપુલ પનારા, બિલિમોરા પાલિકાના નિલકંઠ અણધણ કણજરી પાલિકાના રાજુભાઇ શેખ, ધરમપુર પાલિકાના મિલનભાઇ પરસાણા અને કેશોદ નગરપાલિકાના ચીફ ઓફીસર નિલમબેન ઘેટીયાની બદલી કરવામાં આવી છે.
આ ઉપરાંત આઠ પાલિકામાં અજમાયશી ધોરણે ચીફ ઓફિસરની વરણી કરાય છે. જેમાં સાવલી પાલિકાના ચીફ ઓફીસર તરીકે કૃણાલ પટેલ, ચોટીલા પાલિકાના બ્રિજરાજસિંહ વાળા, કણજરી પાલિકામાં રાજુભાઇ રબારી, ભાણવડ પાલિકામાં ભાવિનભાઇ કાંધાણી, ભાભરમાં ડો. પાયલ દેસાઇ વ્યારા પાલિકામાં વંદનાબેન ડોબરીયા, છોટા ઉદેપુર પાલિકા ભાવિકકુમાર બરજોડ અને ચકલાસી પાલિકામાં અજમાયશી ચી ઓફીસર તરીકે નિકુંજભાઇ રાઠવાની નિમણુંક કરાય છે.