રાજકોટ શહેરના એમ.આર. પરમાર, વી.જે. ફર્નાન્ડીસ, વી.જે. ચાવડા, જી.એમ.હડીયા, ગ્રામ્યના અજયસિંહ ગોહિલ અને એચ.એ. જાડેજા બદલાયા
લાંબા સમયથી આઇપીએસની બદલીની ચર્ચા વચ્ચે વધુ એક વખત રાજયનાં પોલીસ વડા દ્વારા મોડી સાંજે સૌરાષ્ટ્રનાં 17 સહીત રાજયનાં 88 પોલીસ ઇન્સપેકટરોની સામુહીક બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરનાં એમ.આર. પરમાર , વી.જે. ફર્નાન્ડીસ, વી.જે. ચાવડા, જી.એમ. હડીયા, ગ્રામ્યનાં એ.આર. ગોહીલ અને એચ.એ. જાડેજા બદલાયા છે.
વધુ વીગત મુજબ વીધાનસભાની ચુંટણીને ગણતરીનાં મહીનાઓ બાકી છે. ત્યારે પોલીસ બેડામાં બઢતી -બદલીનો દોર ચાલી રહયો છે. જેમાં રાજયનાં 88 જેટલા પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ એલસીબીમાં ફરજ બજાવેલ અને હાલ જેતપુર સીટીનાં પીઆઇ એ.આર. ગોહીલને એસીબીમાં , એચ.એ. જાડેજા ને દેવભુમી દ્વારકા, રાજકોટ શહેરનાં એમ.આર. પરમારને સીઆઇડી ક્રાઇમ, વી.જે. ફર્નાન્ડીસને અમદાવાદ શહેર , આજીડેમ પોલીસ મથકનાં વી.જે. ચાવડાને વડોદરા શહેર, ગાંધીગ્રામનાં જી.એમ. હડીયાને સુરત શહેર , મોરબીનાં જી.જે. ગામીતને આઇબી , ગાંધીધામનાં એમ.એન. રાણાને કરાઇ , જુનાગઢનાં ડી.જે. ઝાલાને સોરઠ ચોકી, કે.ડી. કરમટાને ગીર સોમનાથ , જામનગરનાં એમ. જે. જલુને એસીબી, સુરેન્દ્રનગરનાં આર.ડી. પરમારને ચોકી, ભુજનાં શ્રીમતી વાય.એન. લેઉવા ને આઇબી , એ.એચ. ગૌરીને પીટીસી જુનાગઢ , જુનાગઢનાં શ્રીમતી જે. પી. વરીયાને જીઇબી, બોટાદનાં એ.બી. દેવધા ને મહીસાગર , જુનાગઢ પીટીસીનાં કે.એસ. ચાવડાને અરવલી, વી.ડી. ચૌધરીને પાટણ, અમરેલીનાં એ. એમ. અંસારીને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જયારે વડોદરા પશ્ચિમ રેલ્વેનાં કે.એચ. ચૌધરીને રાજકોટ શહેર , બનાસકાંઠાનાં જે.વાય. ચૌહાણને રાજકોટ વીભાગ, અમદાવાદ શહેરનાં પી.ડી. સોલંકીને મોરબી, પંચમહાલનાં એમ.કે. ડાભીને ભાવનગર , ગાંધીનગરનાં એસ.બી. નીનામા , ઓ.બી. મજગુલ , દાહોદનાં બી. બી. વેગડીયા ને પીટીસી જુનાગઢ ખાતે મુકવામાં આવ્યા છે.