એડિશનલ અને જોઈન્ટ કમિશનરોની બદલી: 36ને વધારાનો ચાર્જ સોંપાયો
હાલ સમગ્ર ગુજરાત અને ભારતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં જેમાં ખ્યાતના જ્વેલરીના વ્યાપારીઓ સાથોસાથ રિયલ એસ્ટેટના બિલ્ડરો પર તવાઈ બોલાવવામાં આવી છે. આ ઘટના ની સાથે જ રાજ્યના આવકવેરા વિભાગના અધિકારીઓની બદલીઓ પણ કરી દેવામાં આવી છે જે અનેક તર્ક વિતર્ક ઊભા કરે છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના 79 એડિશનલ અને જોઈન્ટ કમિશનરોની બદલી કરી નાખવામાં આવી છે જેમાંથી રાજકોટના આઠ અધિકારીઓનો પણ સમાવેશ થયો છે.
આવકવેરા વિભાગ દ્વારા મોટાપાયે બદલીનાં ઓર્ડર ઈસ્યુ થતા આજે દેશભરની આવકવેરા વિભાગની ઓફિસોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. જોઈન્ટ અને એડીશ્નલ કમિશ્નર દરજ્જાનાં અંદાજે 79 બદલી ઓર્ડર સાગમટે નીકળતા રાજકોટમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓનાં બીજા નાના શહેરોમાં નિમણુંકના હુકમો થયા છે. આવકવેરા વિભાગમાં બદલીનો દોર ફરી શરૂ થયો છે. ઇન્કમટેક્સ ઓફિસરોને બદલવામાં આવ્યા છે જે અંગેનું જાહેરનામું બે થી ત્રણ દિવસ પૂર્વે જ આવી ગયું હોવાનું સામે આવ્યું હતું પરંતુ હવે આ અધિકારીઓને બદલીની જગ્યાએ ત્વરિત હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. બીજી સૌથી મોટી વાત તો એ છે કે 36 જેટલા અધિકારીઓને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે કારણ કે જે સમયથી એસેસમેન્ટ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે તે સમયથી જ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે આ વિભાગ શરૂ થતા જ અનેક સ્થળો પર આવકવેરા વિભાગના અધિકારીઓની અછત વર્તાઈ હતી અને પરિણામ સ્વરૂપે અધિકારીઓને વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો હતો.
વી.જે બોરીચા મોરબી ખાતે બદલી, જ્યારે કે.એલ સોલંકી, અભિમન્યુસિંહ યાદવ, નેહા નિગમ, બાલાજી ગુપ્તા, એસ.એ અંસારી અને એ.કે પાંડેની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે એ.આર રેવરને જૂનાગઢ ખાતે બદલી કરાઈ છે. ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વિવિધ કે ડરના અધિકારીઓની બદલી અને બઢતી આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.