- 11 નાયબ મામલતદારોને હંગામી ધોરણે અપાય બઢતી: પોસ્ટીંગની રાહ જોતા 7 મામલતદારોની પણ નિયુકિત
લોકસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા ગઇકાલે બદલીનો ધાણવો કાઢવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના ર3 સહિત કુલ 71 મામલતદારોની બદલી કરવામાં આવી છે. પોષ્ટીંગની રાહ જોતા 7 મામલતદારોન અલગ અલગ જગ્યાએ પોષ્ટીંગ કરવામાં આવ્યું છે. 11 નાયબ મામલતદારોને હંગામી બઢતી આપવામાં આવી છે.ભાવનગરના વલ્લભીપુરના મામલતદાર બી.એન. કણઝારિયાની સુરેન્દ્રનગરમાં પીઆરઓ તરીકે, ભાવનગરના એડિશનલ ચિટનીશ એ.એન. રાદડીયાની બોટાદના મામલતદાર તરીકે, ભાવનગરના એમડીએમ બી.એમસી મામલતદાર એ.ડી. વાઘેલાની રિસ્પોન્સ સેન્ટરમાં બદલી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારા જીલ્લાના કલ્યાણપુરના મામલતદાર બી.એમ. ખાનપરાની દેવભૂમિ દ્વારકાના મામલતદાર તરીકે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના મામલતદાર પી.બી. કરગઠીયાની જુનાગઢ રિસ્પોન્સ સેન્ટરમાં કચ્છના અબડાસાના મામલતદાર એમ.પી. કતીરાની કચ્છ ખાતે, પોરબંદરના કુતિયાણાના મામલતદાર એચ.ડી. દુલેરાની પોરબંદરના પીઆરઓ તરીકે, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મામલતદાર જી.એચ. શાહની સુરેન્દ્રનગર રિસ્પોન્સ સેન્ટરમાં બદલી કરવામાં આવી છે.
અમરેલીના ડિઝાસ્ટર મામલતદાર બી.આર. સુમરાની કુતિયાણા મામલતદાર તરીકે, કચ્છના ડિઝાસ્ટર મામલતદાર એન.એસ. મલેકની ભુજના મામલતદાર તરીકે, પોરબંદરના ડિઝાસ્ટર મામલતદાર કે.બી. નકુમની પોરબંદર સિટીના મામલતદાર તરીકે, સુરેન્દ્રનગરના પી.આર.ઓ. પી.એમ.અટારાની વઢવાણના મામલતદાર તરીકે ગઢડાના મામલતદર એસ.આર. ત્રિવેદીની ધોળકાના મામલતદાર તરીકે, લખપતના મામલતદાર એમ.એચ. પટેલની ડિશાના મામલતદાર તરીકે, ભેંસાણના મામલતદાર એમ.બી. પાટોડીયાની જેતપુરના મામલતદાર તરીકે, જસદણના મામલતદાર મીલનકુમાર રાજયગુરુની લાઠીના મામલતદાર તરીકે, થાનગઢના મામલતદાર ગૌરવ કાપડીયાની સોજીત્રાના મામલતદાર તરીકે અમરેલીના મામલતદાર એચ.આર. શાહની અમરેલીના પીઆરઓ તરીકે, ગીર સોમનાથના મામલતદાર એન.સી. વ્યાસની જસદણના મામલતદાર તરીકે, કચ્છના ચિટનીશ પી.એમ. સોઢાની થાનગઢના મામલતદાર તરીકે જયારે જુનાગઢના પબ્લિક રિલેશન ઓફિસર ડી.એ. પટેલની સનખેડાના મામલતદાર તરીકે નિયુકતી કરવામાં આવી છે.
પોષ્ટીંગની રાહ જોતા સાત મામલતદારોને પોષ્ટીંગ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 11 નાયબ મામલતદારને હંગામી ધોરણે મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે.