મુકેશ કુમારના બદલે લોચન સેહરાને બનાવાયા અમદાવાદના નવા મ્યુનીસિપલ કમિશનર

રાજય સરકાર દ્વારા ગઈકાલે સાંજે રાજયના 7 સિનિયર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકેશ કુમારના બદલે લોચન શહેરાની નવા કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.અમદાવાદના મ્યુનિસિપિલ કમિશનર મુકેશ કુમાર હતા, પરંતુ એકાએક 7 સિનિયર ઈંઅજ અધિકારીઓને બદલી આપવામાં આવી છે. જેમાં લોચન શહેરાને નવા કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. મુકેશ કુમાર શહેરી વિકાસના અગ્ર સચિવ બનાવવામાં આવ્યા  છે.

મુકેશ કમારની ૠજઋઈમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમની સાથે સાત આઇએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગનો વધારાનો ચાર્જ અપાયો છે. બી.આર. દવેને ગુજરાત લાઈવ હૂડ કોર્પોરેશનમાં મુકાયા છે. કે.સી. સંપતને સુરેન્દ્રનગર બનાવાયા ડીડીઓ છે. નવનાથ કોડીબાને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર બનાવાયા છે.

શહેરી વિકાસ વિભાગના એસીએસ મુકેશપુરીની  જીએસએફસી વડોદરાના એમડી તરીકે નિમણુંક કરવામાં આવી છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની બદલી શહેરી વિકાસ વિભાગના પીએસ તરીકે કરવામાં આવી હતી. અર્બન હાઉસીંગના સચિવ લોચન સેહરાને અમદાવાદના મ્યુનીસીપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જીએડી (પ્લાનીંગ)ના સચિવ રાકેશ શંકરને અર્બન હાઉસીંગના સચિવ તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામા આવ્યો છે.

રૂરલ ડેવલપમેન્ટના એડિશનલ કમિશનર બી.આર.દવેની  ગુજરાત લાઈવલીહુડ પ્રમોશનના એમડી બનાવવામાં આવ્યા છે.  ગુજરાત લાઈવલીહુડ પ્રમોશનના એમડી કે.સી. સંપતને  સુરેન્દ્રનગરના ડીડીઓ બનાવવામાં આવ્યા છે.જયારે સુરેન્દ્રનગરના ડીડીઓ નવનાથ ગવહણની એડીશન રૂરલ ડેવલપમેન્ટ કમિશન બનાવાયા છે. રાજયમાં નેતૃત્વ પરિવર્તન બાદ પ્રથમવાર એક સાથે સાત સીનીયર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.