નવસારીના કથિત જમીન કૌભાંડમાં સંડોવાયેલા 2 નાયબ કલેકટરને પણ બીજી જગ્યાએ મૂકી દેવાયા
અબતક, રાજકોટ : ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની બદલી કરી છે. જેમાં નવસારીના કથિત જમીન કૌભાંડમાં સંડોવાયેલા 2 નાયબ કલેકટરનો સમાવેશ થાય છે.
પેટલાદના પ્રાંત અધિકારી મનીષા બ્રહ્મભટ્ટની ભાવનગર સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક તરીકે, મહેસાણાના નાયબ જિલ્લા ચુટણી અધિકારી દીપ્તિ પ્રજાપતિની બનાસકાંઠામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે, બનાસકાંઠાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એસ.નિનામાંની મહેસાણામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે, નવસારીના પ્રાંત અધિકારી તુષાર જાનીની ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે, સુરતમાં જમીન સુધારણા નાયબ કલેક્ટર આર.આર.બોરડની નવસારી પ્રાંત અધિકારી તરીકે, નવસારીના સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અમિત ચૌધરીની ચીખલી પ્રાંત અધિકારી તરીકે અને સુરત સ્ટૅમ્પ ડ્યુટી-2ના પ્રાંત અધિકારી મિતેશકુમાર પટેલની સુરત જમીન સુધારણા નાયબ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.