રાજકોટ ન્યૂઝ : રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે સરકારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે . પાંચથી વધુ IPS અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના આદેશ આપ્યા છે. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનું પણ નામ સામેલ છે.
અગ્નિકાંડના પડઘા પડતાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને મ્યુ. કમિશ્નર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે . રાજકોટના નવા પોલીસ કમિશ્નર બ્રિજેશ ઝા ની નિમણૂક કરાઇ છે .રાજૂ ભાર્ગવની બદલી કરાઇ પરંતુ પોસ્ટીગ હજુ અપાયું નથી.
રાજકોટના એડિશનલ સીપી વિધિ ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈની પણ બદલી કરવામાં આવી છે . મહેન્દ્ર બગરીયા નવા એડિશનલ સીપી તરીકે નિમણૂંક કરાયા તથા જગદીશ બંગરવાને ડીસીપી ઝોન-2 બન્યા છે .વિધિ ચૌધરીને પોસ્ટીંગની હજુ અપાયું નથી. ડી પી દેસાઈ AUDA ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે .
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના નિયોજક તરીકે એસ . એમ પંડ્યાને ટાઉન પ્લાનિંગ ઓફિસરનો વધારાનો ચાર્જ સોપાયો