કર્મચારીઓ કામમાં સેટ થાય ત્યાં બદલીઓ કરી નાખવામાં આવતી હોવાની રાવ ઉઠી
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા નો વહીવટ અત્યંત ખાડે ગયો હોય તેઓ સ્પષ્ટ રીતે વધી રહ્યું છે અને લોકોમાં પણ હાલ એક ચર્ચાનો વિષય બન્યો છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા માં ફરજ બજાવતા કર્મચારીઓની વારંવાર બદલીઓ કરવામાં આવતી હોય અને સારા કર્મચારીઓને સાઈડ કરવામાં આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા વધુ છ કર્મચારીઓ બદલી કરી નાખવામાં આવી છે.
ત્યારે બીજી તરફ વહીવટ ખાડે ગયો હોવા છતાં પણ કર્મચારીઓને કોઈ સ્થાઈ નગરપાલિકામાં વિભાગમાં સેટ થવા દેવામાં ન આવતા હોવાના કારણે શહેરી વિસ્તારનો વિકાસ રૂંધાયો છે કારણકે નગરપાલિકામાં વારંવાર બદલીઓ કર્મચારીઓની કરી નાખવામાં આવી છે હજી કર્મચારીઓ પોતાની ફરજ ઉપર કામ થી વાકેફ થાય ત્યાં તો તેમની બદલી કરી નાખવામાં આવતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે ત્યારે બે મહિનામાં બીજી વખત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બદલી કરી નાખવામાં આવી છે જેને લઇને કર્મચારીઓમાં પણ રોસ જોવા મળી રહ્યો છે.
એક તરફ નગરપાલિકા સતત ખાડે જઈ રહી છે નગરપાલિકા ઉપર માંગણું પર વધી રહ્યું છે ત્યારે સારા કર્મચારીઓને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા છે બીજી તરફ પોતાની અડીખમ રીતે ફરજ બજાવતા કર્મચારીઓને કામ ની ધગશ હોવા છતાં પણ તેમને બદલીઓ કરી અને સાઈડલાઈન કરી નાખવામાં આવતી હોવાની ફરિયાદ પણ ઊઠી છે ત્યારે બે મહિનામાં બીજી વખત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે ત્યારે હાલમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બન્યો છે.
ત્યારે એક સાથે 06 કર્મચારીઓ ની બદલીને લઈ પાલિકા ફરી ચર્ચા માં આવી છે. પાલિકા ના ચીફ ઓફિસરે ઇલેક્ટ્રિક વિભાગ,વેરા-વસુલાત,દબાણ અને ભાડા ની વસુલાત અને લગ્ન નોંધણી માં ફરજ બજાવતા 6 કર્મચારીઓ ની બદલીઓ કરી નાખી છે.જેને લઈ ને પાલિકા માં કર્મચારીઓ માં ભારે ઉહાપો સર્જાયો છે. કેમ વારંવાર બદલીઓ કરવામાં આવે છે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે કારણ કે નગરપાલિકા એક તરફ સેટ થઇ રહી નથી અને નગરપાલિકાના વહીવટ પણ કથળતો જઇ રહ્યો છે ત્યારે વારંવાર કર્મચારીઓની બદલીઓ કરવામાં આવતા લોકોના પ્રશ્નોને અને લોકોના કામો અટકતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે.