• બી.વી.લીંબાસિયાને રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનીસિપલ કમિશનર બનાવાય: જામનગરના ડીએમસીની પણ બદલી

લોકસભાની ચૂંટણી જાહેર થવાના ગણતરીની કલાકોમાં રાજ્ય સરકાર દ્વારા 32 જીએએસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તમામને તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળી લેવા પણ તાકીદ કરવામાં આવી છે.

રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા ગઇકાલે મોડી રાત્રે જીએએસ કેડરના 32 અધિકારીઓની બદલીની જાહેરાત કરી હતી. દાહોદના અધિક નિવાસી કલેક્ટર એ.બી. પાંડોરની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ડેપ્યૂટી મ્યુનીસિપલ કમિશનરની જગ્યા ખાલી પડી હતી. રાજકોટના ડીએમસી તરીકે બી.વી.લીંબાસિયાની નિયુક્તી કરવામાં આવી છે.

આ ઉપરાંત જીએએસ કે.એમ.શેઠ, જે.ડી.ગઢવી, એચ.આર.પરીખ, પી.એસ.ઠાકર, કે.જી.વાઘેલા, આઇ.એસ.પ્રજાપતિ, ડી.વી.મકવાણા, વાય.ડી.ગોહિલ, એમ.કે.પરીખ, એ.ડી.દોશી, ડી.એ.ઝાલા, વી.કે. પટેલ, કે.વી.ભાટી, એસ.વી.વર્મા, એન.આર.પ્રજાપતિ, કે.જી.ચૌધરી, વી.આઇ.પ્રજાપતિ, ડી.એમ.દેસાઇ, આર.આર. ગોહેલ, બી.કે.દવે, જે.પી.અસારી, એમ.કે.જોશી, જે.એમ.રાવલ, આર.એમ.જલંધારા, જે.સી.દલાલ, જે.સી.પંડ્યા, આર.ડી.ભટ્ટ, બી.આર.આહિર અને એન.એચ.પટેલની બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.