- રાજકોટ શહેરમાં ફરજ બજાવી ગયેલા એચ.એમ.ગઢવીને સુરત, આર.સી.કાનમીયાને દાહોદ, સુરેન્દ્રનગર એલ.સી.બી.ના વી.એ.દેશાઈને સ્ટેટ ક્ધટ્રોલ રૂમ
- રાજકોટ ગ્રામ્યના કે.જે.રાણા, રાજકોટ શહેરમાં આઈ.એન. ઘાસુરાને અમદાવાદ ખાતે ટ્રાન્સફર
વિધાનસભાની ચૂંટણીને જાહેર થવાની ગણાતી ઘડીયો પૂર્વે રાજ્યના પોલીસવાળા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના નવ સહિત 27 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી ના હુકમો કરવામાં આવ્યા છે જેમાં અગાઉ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા એચ.એમ ગઢવીને સુરત રાજકોટ ગ્રામ્યના કે. જે. રાણા ને રાજકોટ શહેરમાં નિમણૂક આપવામાં આવી છે. વધુ વિગત મુજબ ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ 3 વર્ષથી વધુ સ્થળોએ ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓને બદલી કરવાના આદેશને પગલે રાજ્યના પોલીસવડા આશિષ પાટીયા દ્વારા આજે વધુ 27 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી ના હુકમો કરવામાં આવ્યા છે.
જેમાં પશ્ચિમ કચ્છના એ.જે. અન્સારીને આણંદ ,રાજકોટ ગ્રામ્યના કે.જે .રાણા ને રાજકોટ શહેર ,બોટાદના વી.પી. ગોલને મોરબી, દેવભૂમિ દ્વારકા ના પી.એમ .જુડાલને પંચમહાલ, જુનાગઢ પીટીસીના કે.પી.ખરાડીને પંચમહાલ, સુરેન્દ્રનગરના આર.જી ચૌધરી ને નર્મદા, ભાવનગરના એ. એમ. વાળાને ગાંધીધામ, ગાંધીધામના ડી.એમ. ઢોલ ને મોરબી, સુરેન્દ્રનગરએલ. સી.બી. ના વી.એમ .દેસાઈને સ્ટેટ કંટ્રોલ રૂમ ,રાજકોટ ગ્રામ્યના આઈ.એન ઘાસુરાને અમદાવાદ શહેર, અમરેલીના ડી.બી.વાળાને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.
જ્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ગયેલા અને હાલ આઇબી માં ફરજ બજાવતા એચ.એમ.ગઢવીને સુરત,અમદાવાદ શહેરના ડી.ડી.પરમારને રાજકોટ વિભાગમાં ,વડોદરા શહેરના એસ.જી .ખાંભલાને ગાંધીધામ, કરાઈ એ. આર.ઝાલા ને ગાંધીનગર ,આણંદના એમ.જે. ચૌધરીને બનાસકાંઠા ,એસસીબી ના પી.કે .પટેલને પાટણ, ભશમ ક્રાઇમના એ.વી. દેસાઈને બનાસકાંઠા, નર્મદા ના પી.આર.જાડેજા ને વડોદરા ગ્રામ્ય, ગાંધીનગરના કે. પી .પરમારને આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર સ્ટેટ કંટ્રોલરૂમના વીઆર ગાગીયાને સુરત ગ્રામ્ય, બનાસકાંઠાના બી.કે.ચૌધરીને સુરત શહેર ,સાબરકાંઠાના એન.આર. બ્રહ્મભટ્ટને એટીએસમાં પંચમહાલના કે.કે. ઝાલાને ખેડા ખાતે નિમણૂક આપવામાં આવી છે.