ગિર ગઢડા, હળવદ, જામકંડોરણા, જૂનાગઢ, ખાંભા, તળાજા, ઉના, મોરબી અને શિહોરના તાલુકા વિકાસ અધિકારીઓ બદલાયા
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રના 9 સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાના 22 તાલુકા વિકાસ અધિકારીઓની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે. જેમાં ગિર ગઢડાના તાલુકા વિકાસ અધિકારી કે.જે.ચૌધરીની દહેગામના ટીડીઓ તરીકે, દેહગામના ટીડીઓ રૂબીસિંગ રાજપૂતની ગ્રામ વિકાસ કચેરીના ચીટનીશ કમિશનર તરીકે, અમીરગઢના ટીડીઓ કેતનકુમાર પ્રજાપતિની કડી ટીડીઓ તરીકે, કડીના ટીડીઓ ધીરાભાઈ પરમારની વિંછીયાના ટીડીઓ તરીકે, ઉમરેઠના ટીડીઓ નેહાબેન પટેલની ગ્રામ વિકાસ કચેરીના ચીટનીશ કમિશનર તરીકે હળવદના ટીડીઓ જ્યોતિબેન પારેખની ગુજરાત પંચાયત સેવા પસંદગી સમીતી બોર્ડના મદદનીશ સચિવ તરીકે, જામકંડોરણાના ટીડીઓ દિપેક્ષકુમાર પટેલની બારડોલીના ટીડીઓ તરીકે, જૂનાગઢના ટીડીઓ ભુપેન્દ્રભાઈ બગથરીયાની જામકંડોરણાના ટીડીઓ તરીકે, ધોલેરાના તાલુકા વિકાસ અધિકારીની ભાવીન કથીરીયાની ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના મદદનીશ વહીવટી અધિકારી તરીકે, ખાંભાના ટીડીઓ એસ.સી.ભટ્ટની અબડાસા ટીડીઓ તરીકે, કડાણાના ટીડીઓ ડો.રેણુકાની ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગરના ચીટનીશ તરીકે, ગ્રામ વિકાસ કચેરીના ચીટનીશ કમિશનર કાદમ્બદરી ગુણવંતરાય ત્રિવેદીની ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના મદદનીશ સચિવ તરીકે, ચૂંટણી આયોગના મદદનીશ ચૂંટણી કમિશનર કવીતાબેન મહેશ્ર્વરીની જિલ્લા પંચાયત કચેરીની તાલુકા વિકાસ અધિકારી કમ ચીટનીશ તરીકે, ધનસુરાના ટીડીઓ પ્રતિક પટેલની ગ્રામ વિકાસ કચેરીના ચીટનીશ કમિશનર તરીકે હાલ નિમણૂંકની રાહમાં રહેલા ટીડીઓ ટી.બી.ઠકરારને શહેરાના ટીડીઓ બનાવવામાં આવ્યા છે.જ્યારે તળાજાના ટીડીઓ એસ.બી. જાડેજાની ઉનાના ટીડીઓ તરીકે, ઉનાના ટીડીઓ કિરણ પ્રેમજીભાઈ પરમારની તળાજાના ટીડીઓ તરીકે અરસપરસ બદલી કરવામાં આવી છે. વિજયનગરના ટીડીઓ મૌલીક કુમાર શર્માની તલોદના ટીડીઓ તરીકે જ્યારે તલોદના ટીડીઓ એચ.જી.પટેલની ઉમરાળા ટીડીઓ તરીકે, મોરબીના તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલની માણસાના ટીડીઓ તરીકે, માણસાના ટીડીઓ જે.એચ. કાપડીયાની વિજયનગર તાલુકા વિકાસ અધિકારી તરીકે જ્યારે શિહોરના ટીડીઓ રોનકકુમાર થોરીયાની કોટડા સાંગાણી તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે.