- સિનિયર સિવીલ જજ કક્ષાના 88 અને 17 જીલ્લામાં 94 ન્યાયધીશોની કોર્ટ ટ્રાન્સફર
રાજકોટ ન્યૂઝ : ઉનાળુ વેકેશનના પ્રારંભે હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા મોડી રાત્રે જયુડીશ્યલ ઓફીસરોની સામુહિક બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં સીનીયર સિવીલ જજ કેડટના 88 જેટલા ન્યાયધીશોની સામુહિક બદલી કરવામાં આવી છે. જયારે 17 જીલ્લામાં અરસ પરસ 94 જજની કોર્ટ ટ્રાન્સફર કરવામાં આવી છે.
આ ઉપરાંત 78 જેટલા ડીસ્ટ્રીકટ જજ કક્ષાના ન્યાયધીશોની બદલીના હુકમો કરવમાં આવ્યા છે. તેમ જ 34 જેટલા ન્યાયધીશોની કોર્ટની અદલા બદલી કરવામાં આવી છે. વધુ વિગત મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉનાળુ વેકેશનના આરંભે જયુડીશ્યરી ઓફીસરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
જેમાં ભરૂચ ખાતે લેબર કોર્ટના જજ નીલેશભાઇને પ્રિન્સીપલ સિનીયર સિવીલ જજ મોહબી, નર્મદા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી એ.વાય. વકાણીને લેબર કોર્ટના જજ જુનાગઢ, અમદાવાદ કોર્ટના પ્રોજેકટ ઓફીસર ઝેડ.એ. સિંધીને સિવીલ જજ તરીકે રાજકોટ, રાજકોટના ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કે.એસ. માખીજાને આણંદ, અમદાવાદના ચીફ મેટ્રોપોલીસ એચ.એસ.દવેને ભાવનગર, વ્યારા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી એચ.ડી. પંડિતને સાવરકુંડલા, રાજકોટના એ.આર. ટાપીયાવાલાને સરેરા, સુરતના યુ.એન. સિંધીને શિહોર, અમદાવાદના એ.કે.ભટ્ટને જુનાગઢ, સુરતના સી.વી. રાણાને 4થા અધિક સિવીલ જજ રાજકોટ, રાજકોટ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના એન.એચ. નંદાણીયાએ પાંચમો અધિક સિનીયર સિવીલ જજ રાજકોટ, નખત્રાણાના આર.એ. અગ્રવાલને અમદાવાદ, અમદાવાદના આર.એ.ઝાલાને નખત્રાણા, ગાંધીધામના પી.પી.પટેલને અમદાવાદ, ગોધરાના એચ.જે. તન્નાને મુંદ્રા, ધોળકાના એચ.જી. દામોદરાને કેશોદ, મોરબી જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના બી.એસ.ગઢવી અમદાવાદ, કેશોદના એસ.આર. સાંગાણીને અમદાવાદ, ભુજના એન.પી. ઉનડકટને અમદાવાદ, વડોદરાના બી.આર. દવેને જુનાગઢ, ઉનાના કે.એ. પટેલને અમદાવાદ, ગાંધીનગરના જે.એમ. મેમોન ને મહીસાગર, સુરતના એ.પી. રણધીર વેરાવળ, રાજકોટના કે.એમ. ગોહેલને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી રાજકોટ, અમદાવાદ સી.આર.પટેલને વેરાવળ, જામનગર વી.જે.ગઢવીને વડોદરા, કરજણના ડી.આર. પારેખને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ મોરબી, રાજકોટ લેબર કોર્ટના જજ એન.એ. બ્રહ્મભટ્ટને ભાવનગર, સાવરકુંડલાના ડી.જે. પરમાર ને અમદાવાદ, અમદાવાદના એસ.એ. મનસુરીને પોરબંદર, દ્વારકાના કે.કે. પટેલને ગોધરા, જામનગરના એમ.આર. પટેલને અમદાવાદ ખાતે બદલીના હુકમો કરવામાં આવ્યા છે.
ડિસ્ટ્રીક્ટ જજ કક્ષાના 78 ન્યાયધીશની ટ્રાન્સફર
રાજ્યના 17 જિલ્લાના 34 અધિક સેશન્સ જજની આંતરિક બદલી
હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા જ્યુડીશરી ઓફિસરોમાં બઢતી અને બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં નડીયાદના કે.એ.પઠાણને પોરબંદર, હિંમતનગરના એમ.એ.કડીવાલાને સુરેન્દ્રનગર, ભચાઉના પી.ટી.પટેલને લીંબડી, હાલોલના એચ.બી.ત્રિવેદીને કેશોદ, બનાસકાંઠાના પ્રતિક જયસુખભાઇને રાજકોટ, ધોળકાના આર.એ.નાગોરીને તળાજા, સુરતના વિજયસિંહ અભેસિંહ રાણાને રાજકોટ, પાલનપુરના જતીન નટવરલાલ ઠાકોરને રાજકોટ, રાજુલાના માલતીબેન એસ.સોનીને ફેમિલી કોર્ટ અમરેલી, વેરાવળના ર્કિતીકુમાર જયંતિલાલ દરજીને ઊના, મહુવાના દિવ્યાંગસિંહ ત્રિવેદીને રાજુલા, અમદાવાદના જે.કે. પ્રજાપતિને બોટાદ, ઊનાના રેખાબેન એમ.આસોડીયાને દાહોદ, રાજકોટના જે.આઇ. પટેલને અમદાવાદ, વિરમગામના પૂર્વીબેન એમ.દવેને અમદાવાદ, બોટાદના ધર્મેન્દ્રસિંહ રાણાને સીબાઆઇ કોર્ટ અમદાવાદ, સુરતના એ.એચ.સીબીયાને ભૂજ, જામનગરના મનિષભાઇ ચૌધરીને અમદાવાદ, લીંબડીના સાગર પ્રેમશંકરને બોડેલી, જામનગરના આરતીબેન વ્યાસને અમદાવાદ, ખંભાળિયાના વિજયભાઇ અગ્રવાલને જામનગર, સુરેન્દ્રનગરના આરતીબેન દેસાઇને ગાંધીનગર, જામનગરના એ.એસ.વ્યાસને અમદાવાદ, રાજકોટના ભરતભાઇ જાદવને અમદાવાદ, પોરબંદરના એમ.કે.ભટ્ટને જામનગર, ડિસાના આર.વી. મંડાણીને જામનગર, તળાજાના એચ.એમ.વ્યાસને સુરત, સાવરકુંડલાના ડી.એસ.શ્રીવાસ્તવને અમરેલી અને જામનગરના એ.બી.ભટ્ટને અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે.