• ચૂંટણીના દિવસો નજીક આવતા જ બદલીનો ધમધમાટ
  • જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગિરસોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના જીલ્લા વિકાસ અધિકારી બદલાયા : ગિરસોમનાથ, મોરબી, જામનગરના કલેકટર ઉપરાંત પીજીવીસીએલના એમડી, રાજકોટ ગ્રામ્યના નાયબ કલેકટર, રાજકોટ મનપાના ડે.કમિશનરની પણ બદલી

લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે મોડી રાત્રે 50 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલીના ઘાણવામાં સૌરાષ્ટ્ર 16 આઈએએસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડયાને દેવભૂમિ દ્વારકા કલેકટર, જામનગર કલેકટર બી.એ શાહને વડોદરા કલેકટર, રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર અનિલ ધામેલીયાને છોટાઉદેપુર કલેકટર, અમદાવાદ એડિશનલ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ કિરણ ઝવેરીને મોરબી જિલ્લા કલેકટર, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડિડી જાડેજાને ગીર સોમનાથ કલેકટર, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી સ્નેહલ ભાપકરને ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી, મેડિકલ સર્વિસ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડો.નવનાથ ગવહનેને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, હાયર એજ્યુકેશન ડિરેક્ટર પી.બી. પંડ્યાને અમરેલી ડીડીઓ, ડિરેક્ટરેટ ઓફ ફીસરીઝ નિતીન સંઘવાનને જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગર કમિશનર ઓફ મ્યુન્સિપાલટી જીએચ સોલંકીને ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી, જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર આર એમ તન્નાને સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી પી એન મકવાણાને વુમન એન્ડ ચાર ડેવલોપમેન્ટ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ ડિરેક્ટર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીને અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેસાણા, જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશને જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નનીલ ખરેને રાજકોટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમરેલી જિલ્લા વિકાસ અધિકારી ગૌરવ રમેશને હાયર એજ્યુકેશન ડિરેક્ટર, જૂનાગઢ જિલ્લાના વિકાસ અધિકારી મિરંત પરીખને અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવાને એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર, ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખટાલેને અમદાવાદ રીજનલ કમિશનર ઓફ મ્યુન્સિપાલટી, પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકીને ભાવનગર રીજનલ કમિશનર ઓફ મ્યુન્સીપાલટી, ગીર સોમનાથ કલેકટર હરજી વઢવાણિયાને હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટ એડિશનલ સેક્રેટરી, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ જે.એસ પ્રજાપતિને મોરબી ડીડીઓ, પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર એમ જે દવેને બનાસકાંઠા ડીડીઓ, પાલીતાણાના નાયબ કલેકટર યુવરાજ સિદ્ધાર્થને મહીસાગર એરીયા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટિવ તેમજ રાજકોટના નાયબ કલેકટર દેવહુતીને મહીસાગર ટ્રાયબલ એરીયા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટિવ તરીકે મૂકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગઈકાલે 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત 12 જીએએસ કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતી. તેમજ રેવન્યુ વિભાગ દ્વારા 29 મામલતદારની પણ બદલી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.