રાજ્યભરમાં રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા 204 જેટલા કલાર્કની બદલીના હુકમ કરતા નોંધણી સર નિરીક્ષક જેનું દેવન

રાજ્યભરમાં રજીસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા 204 જેટલા કલાર્કની બદલીના હુકમ નોંધણી સર નિરીક્ષક જેનું દેવન દ્વારા કરવામાં આવ્યા છે જેમાં જિલ્લાની નોંધણી કચેરીઓના 16 કારકુનોની પણ બદલી કરવામાં આવી છે.

જેમાં રાજકોટ જિલ્લામાં ઝોન-7ના વી.એસ.કગથરાની મોરબી, ઝોન-3ના આર કે ચોપડાની જૂનાગઢ, ઝોન -6ના જે એસ રામપરિયાની જામનગર, ઝોન-1ના બી.કે. ચાવડાની જામનગર, ઝોન-2ના વાય પી વાઘેલાની ભાવનગર, ઝોન-1ના એન વી ખાચરની માંડવી, નોંધણી નિરીક્ષકના ટી એચ ચૌહાણની અમદાવાદ, ઝોન-4ના ટી એન પરમારની અમદાવાદ, લોધિકાના મૂછાળની સુરત, જસદણના એ એ લાંબાની વડોદરા, ઉપલેટાના એચ બી ઉઘાડની અમદાવાદ, ઝોન 5ના પી ડી પરમારની સુરત, ઝોન 2ના આર કે જાનીની સુરત, નો.નિરીક્ષકનજ પી કે શુકલની સુરત, પડધરીના શિવાની સોલંકીની ગાંધીનગર અને ધોરાજીના મુક્તિ પટેલની પણ ગાંધીનગર બદલી કરવામાં આવી છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જિલ્લા વાઇઝ જોઇએ તો જામનગર જિલ્લાના વી જે ગોહિલ, આઈ એન પરમાર, એસ આર પંડ્યા, એમ કે મુસાર, વી કે ચાવડાની બદલીનો ઓર્ડર થયો છે. જ્યારે પોરબંદર જિલ્લાના વી જે ગળચર, કે વી કોડિયાતર, એસ વી માલીવાડની બદલી કરાઈ છે.

જ્યારે ભાવનવરમાં ફરજ બજાવતા એસ આર વાજા, એન એ કાપડી, વાય એમ જોશી, આર પી પા પંડ્યા, એમ પી રાઠોડ, વાય બી મોરી, આર ડી હરકટ તેમજ સુરેન્દ્રનગરમાં ફરજ બજાવતા એચ વી બારડ, કે ડી સોલંકી, જે એન જોગરણા, ડી એ ચાવડા, જે એલ ગવાણીયા, દ્વારકા જિલ્લાના ડી એ મોરી, વી એ ચાંદાણા, બી જે અગ્રવત, ગીર સોમનાથ જિલ્લાના જી બી કોડિયાતર, એચ ડી ડોડીયા, કે કે વાળા, આર એસ મોરી, મોરબી જિલ્લાના પી એસ ગોહિલ, આર ડી વ્યાસ , એસ વી રાઠોડ, વી જી કાસુન્દ્રા, કે જી ગઢીયા, એસ કે પરમાર, જે.એમ રબારીની બદલી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાની વિધાનસભા ચૂંટણી માટેની એક્સપેન્ડિચર મોનીટરીંગ સેલનું વિસર્જન

રાજકોટ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા કક્ષાએ એક્સપેન્ડિચર મોનીટરીંગ સેલની રચના જિલ્લા કલેકટરના આદેશથી કરવામાં આવી હતી.

હવે આ સેલની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય, સેલમાં ફરજમાં રહેલા નાયબ મામલતદારો જી.જે. ઓઝા, પી.એચ. આચાર્ય, એન.વી. ગોહેલ, એફ એ યુસુફભાઈને આ સેલની વધારા જવાબદારીમાંથી મુક્તિ આપી સેલનું વિસર્જન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.