રાજકોટ ફેમિલી કોર્ટના વિપુલ રાવલને પ્રિન્સીપાલ ફેમીલી કોર્ટમાં: રાજકોટના બે સહિત 20 અધિક સેશન્સ ન્યાયાધીશની સ્થાનિક કોર્ટ ટ્રાન્સફર
ગુજરાત હાઈકોર્ટ દ્વારા જયુડીશરી ઓફીસરોની બઢતી અને બદલીના હુકમ કર્યા છે.જેમાં રાજકોટની ફેમિલીકોર્ટના પી.એમ. ત્રિવેદી સહિત 13 ડિસ્ટ્રીકટ જજની બદલીકરવામાં આવી છે.જયારે 11 જજોની એડીશ્નલ સેશન્સ જજ તરીકે બઢતી આપવામા આવી છે.તેમજ રજાકોટના બે સહિત 20 અધિક સેશન્સ ન્યાયધીશની સ્થાનિક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીઝના આદેશથી રજીસ્ટ્રાર જનરલ દ્વારા નીચેની કોર્ટમાં બઢતી અને બદલી કરવામાં આવી છે.રાજકોટના 10માં અધિક સેશન્સ જજ પિન્કી એમ. ત્રિવેદીને નડીયાદ, રાજકોટના ફેમીલી જજ વિપુલ રામપ્રસાદ રાવલને રાજકોટના પ્રિન્સીપાલ ફેમીલી જજ તરીકે રાજપીપળના ડિસ્ટ્રીકટ જજ એ.આર. પટેલને અમદાવાદ સીટી સીવીલ કોટનાં અધિક પ્રિન્સીપાલ જજ, ભૂજના અધિક ડિસ્ટ્રીકટ જજ ડી.જી.રાણાને બોટાદ અધિક સેશન્સ જજ અને વડોદરાના પી.એચ. શર્માને પોરબંદરનાં અધિક સેશન્સ જજ તરીકે બદલી કરવામા આવી છે.
તેમજ અમદાવાદનાં ચેક, ભરૂચના પાંચ, કચ્છના ચાર, ખેડા 3 અને વડોદરાના ત્રણની સ્થાનિક કોર્ટ ટ્રાન્સફર કરવામાં આવી છે.
રાજયના 55 સિવિલ જજોની નિયુકિત
રાજકોટ, ધોરાજી સહિત સૌરાષ્ટ્ર-કચ્છ 17 ખાલી જગ્યા પર અપાયા પોસ્ટીંગ
રાજ્યની અલગ અલગ જીલ્લાની કોર્ટોમાં 55 એડીશ્નલ સિવિલ જજની નિયુક્તિ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે જેમાં રાજકોટ અને ધોરાજી સહિત સૌરાષ્ટ્ર-કચ્છની 17 ખાલી જગ્યા પર પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.વધુ વિગત મુજબ હાઈકોર્ટના ચીફ જસ્ટીસના આદેશથી રજીસ્ટ્રાર જનરલ આર.કે.દેસાઈ દ્વારા રાજ્યમાં 55 નવા સિવિલ જજોને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.
રાજકોટ એડીશ્નલ સિવિલ જજ તરીકે એમ.બી.રાવલ, ધોરાજી બીજા એડીશ્નલ સિવિલ જજ તરીકે આર.એફ.ત્રિવેદી, અમરેલીના સાવરકુંડલા ખાતે કે.બી.પરમાર, ભાવનગર પી.પી.પટેલ, બોટાદ રવિન્દ્રકુમાર જુનાગઢ, મેઘાબેન એમ.નવાધ્રે, સુરત ઓમદેવસિંહ ગોહીલ કોડીનાર, એમ.કે.પંડયા, બોટાદ એચ.એચ.પટેલ, જુનાગઢ સીપરા સાયલ, કલ્યાણપુર ધ્રુવરાજસિંહ બી.ચૌહાણ, અમદાવાદ ગ્રામ્યમાં પુષ્પરાજસિંહ જાડેજા, પોરબંદર હાર્દિકકુમાર પી.ચાવડા, ધ્રાંગધ્રા પાર્થરાજસિંહ ઝાલા, સુરેન્દ્રનગર ભાવેશ સી.વાંજા, જામનગર હર્ષદભાઈ આર.ખમલ, પોરબંદર જીતેન્દ્રકુમાર એચ.જોષી, ભાવનગર કે.એ.પઠાણ અને ભુજ ભાવેશ એન.ત્રિવેદીને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.