રાજકોટ શહેરના ગેડમ, દિયોરાની બદલી, વી.આર.પટેલ, એમ.આઈ. પઠાણ, બી.જે.ચૌધરી, વી.જી.પટેલની નિમણુંક
એ.સી.બી. નિયામક એ.પી.જાડેજાને અમદાવાદ શહેર, ગ્રામ્યના પી.એસ. ગોસ્વામી મોરબી અને તેમના સ્થાને એચ.એસ.રત્નુ: ખંભાળીયાના સમીર સારડાને રાજકોટ મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષક
અબતક,રાજકોટ
રાજ્ય પોલીસ દળમાં મોડી રાત્રે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના 76 અધિકારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છના 19 ડીવાય એસ પી કક્ષાના અધિકારીની કરવામાં ટ્રાન્સફર કરવામાં આવી છે નવા 23 ની નિમણુક કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરના બે એસીપી બદલાયા છે. જ્યારે ટ્રાફિક,કંટ્રોલ સહિત ચાર નવાએસીપીની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ એકમના ડીવાયએસપી જાડેજા ની અમદાવાદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમજ તાજેતરમાં બઢતી પામેલા વી.બી. જાડેજા સહિત ત્રણને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોળી રાત્રે ડીવાયએસપી કક્ષાના 76 અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં રાજકોટ શહેરના એસીપી પી.કે. દિયોરા ને પેટલાદ , રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશનર જી.એસ.ગેડમને અમદાવાદ શહેર કોમ્યુનલ સેલમાં,રાજકોટ શહેર મદદનીશ પોલીસ કમિશનર જી.એસ. બારીયાને પશ્ચિમ રેલવે વડોદરા, રાજકોટ ગ્રામ્યના ડીવાયએસપી પી .એસ.ગોસ્વામીને મોરબી, રાજકોટ લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક એ.પી .જાડેજાને અમદાવાદ શહેર, તેમના સ્થાને બનાસકાંઠા એસ સી એસટી સેલના વી.કે .પંડ્યા ને મૂકવામાં આવ્યા છે.
ગીર સોમનાથ એસસી એસટી સેલના જી.બી.બાંભણિયાને વડોદરા શહેર, ખંભાળિયા વિભાગીય પોલીસ અધિકારી હિરેન ચૌધરીને અમદાવાદ શહેર,પોરબંદર એસસીએસટી સેલના સીસી ખટાણાને લીમખેડા, અમરેલી એસસી એસટી સેલના આર.ડી.ઓઝાને અમદાવાદ શહેર, મોરબી નાયબ પોલીસ અધિક્ષક એમ.આઇ પઠાણને રાજકોટ શહેર મુખ્ય પોલીસ મથક, રાજકોટ ગ્રામ્ય મુખ્ય પોલીસ મથકના નાયબ પોલીસ અધિક્ષક પી.એસ ગોસ્વામીને મોરબી, જુનાગઢ એસસી એસટી સેલના એચએસ એ રાજકોટ ગ્રામ્યમાં, ભાવનગર એસી એસટી સેલના એએમ સૈયદને વડોદરા શહેર કંટ્રોલરૂમ, બોટાદ એસસી એસટી સેલના એમડી ઉપાધ્યાયને સુરત શહેર એસસી એસટી સેલ, જુનાગઢના આરવી ડામોર ને ભાવનગર મુખ્ય મથક ખાતે, ગીર સોમનાથ મુખ્ય મથકના એમએમ પરમારને દેવભૂમિ દ્વારકા નાયબ પોલીસ અધિક્ષક તરીકે, પશ્ચિમ કચ્છના એસસી એસટી સેલના એએ પંડ્યા ને ગાંધીનગર ક્રાઈમ, જામનગર એસ.સીએસટી સેલના ચાવડાને અમદાવાદ મધ્યસ્થ જેલ, અમરેલી મુખ્ય મથકના એ બી વાળંદને ગાંધીનગર આઇડીમાં, અમરેલી એસસી એસટી સેલના એ જી ગોહિલને અમરેલી મુખ્ય મથક ખાતે બદલી કરવામાં આવી છે.
જ્યારે સુરત ગ્રામ્ય એસસી એસટી સેલના વી.બી. પંડ્યા ને રાજકોટ શહેર પશ્ચિમ ઝોનમા, વલસાડ મુખ્ય મથકના એમ આર શર્માની રાજકોટ શહેર મદદની પોલીસ કમિશનર ઉત્તર ઝોન, જુનાગઢ મુખ્ય મથક ના વીઆર ડામોરને ભાવનગર મુખ્યમથક ખાતે, ઉદય છોટા ઉદયપુર એસ એસ ટી સેલના એ એચ.એસ પટણીને જુનાગઢ મુખ્ય મથક ખાતે, ગાંધીનગર ભશમ ભશિળય ના સુશ્રી એચ.એસ ચૌધરીને ગીર સોમનાથ મુખ્ય મથક , ગાંધીનગર આર્થિક ગુના નિવારણ શાખાના એ એ સૈયદને બોટાદ મુખ્ય મથક ખાતે, ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ ના એમ એ ક્રીચન ને પશ્ચિમ એસસી એસટી સેલમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસએસટી સેલના એસએસ સારડાને રાજકોટ મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષક , અમદાવાદ મધ્યસ્થ જેલ નાયબ અધિક્ષક વરુણ વસાવા અમદાવાદ શહેરના મદદનીશ કમિશનર હિતેશ ધાંધલીયાને જુનાગઢ વિભાગીય પોલીસ અધિકારી તરીકે, પછી મહીસાગર મુખ્ય પોલીસ મથકના હાર્દિક પ્રજાપતિને ખંભાળિયા , બનાસકાંઠા એસ સી એસટી સેલના વી.કે .પંડ્યા અને અમદાવાદ લાંચ પૃસ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક ડીપી વાઘેલા ને જામનગર ગ્રામ્યમાંને મૂકવામાં આવ્યા છે. તેમજ તાજેતરમાં બઢતી પામેલા વી.બી. જાડેજા ને સુરેન્દ્રનગર, આર.બી રાણા ને વડોદરા શહેર, બી એમ વસાવાને ગાંધીનગર ડી.જી ઓફિસમાં અને સુ શ્રી અમી પટેલને ગાંધીનગર વિધાનસભા ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે
સૌરાષ્ટ્રના આઠ સહિત રાજ્યના 24 મામલતદારોની બદલી
જસદણનાં ડી.સી. સોલંકીને રાજકોટ કલેકટર કચેરીમાં
તેમનાં સ્થાને રાણાવાવનાં એસ.જે. ઈશ્વરની નિમણૂંક
રાજયનાં મહેસુલી વિભાગ દ્વારા દિવાળીનાં પર્વ પુર્વે આજે મોડીસાંજેે સૌરાષ્ટ્રનાં 8 સહીત રાજયનાં 24 મામલતદારોની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં જસદણનાં ડી.સી. સોલંકીને રાજકોટ કલેકટર કચેરીમાં તેમનાં સ્થાને રાણાવાવનાં એસ.જે. ઇશ્વરની નીમણુંક કરવામાં આવી છે.વધુ વીગત મુજબ ગુજરાત વિધાનસભાની ચુંટણીની જાહેરાતને ગણતરીની ઘડીઓ ગણાય રહી છે. ત્યારે ચુંટણી પંચની ગાઇડલાઇન પ્રમાણે 3 વર્ષની વધુ સમય ફરજ બજાવતા અધીકારીઓની બદલીનાં આદેશ પ્રમાણે મહેસુલ વીભાગ દ્વારા મામલતદાર કક્ષાનાં 24 અધીકારીઓની બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.
જેમાં અમરેલી કલેકટરનાં પીઆરઓ એન.જે. ખોડભાયાને ભાવનગર અધીક કલેકટરનાં ચીટનીસ તરીકે , દેવભુમી મામલતદાર સી.ઓ. કગથરાને પોરબંદર કલેકટરનાં પીઆરઓ તરીકે , જોડીયા મામલતદાર એન. સી. વ્યાસ નેે તાલાલા મામલતદાર , રાણાવાવનાં મામલતદાર એસ.જે. ઇશ્વરને જસદણ મામલતદાર તરીકે , જસદણ મામલતદાર ડી.સી. સોલંકીને રાજકોટ કલેકટર કચેરીમાં , લખપતનાં યુ.એલ. કણજારીયાને દેવભુમી દ્વારકા કલેકટર કચેરીમાં , માળીયા મીયાણાનાં મામલતદાર વી.આર. માકડીયાને જામનગર સીટી મામલતદાર , જામનગર સીટી મામલતદાર બી.જે. પંડયાને માળીયા મીયાણા મામલતદાર તરીકે, જયારે સ્ટેટ ઇલેકશન કમીશનરનાં મામલતદાર વાય.વી. શાહને સીહોર મામલતદાર , ગાંધીનગર બચાવ રાહતનાં અમીત ચૌધરીને અબડાસા મામલતદાર તરીકે , ગાંધીનગરનાં હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટનાં આસીસ્ટન્ટ મેનેજર વીજય ડાભીને જોડીયા મામલતદાર તરીકે , ગાંધીનગર કલેકટર ચીટનીસ વાય.કે. વાઘેલાને રાણાવાવ મામલતદાર તરીકે અને ટી.બી. ત્રીવેદીને જામનગર ગ્રામ્ય મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.
ભાવનગર કલેકટર રમેશ મેરજાની માત્ર 9 દિવસમાં જ ફરી મુળ સ્થાને બદલી
રાજયપાલનાં નવા એડીસી તરીકે વિકાસ સુંદા, દિપક મેઘાણીની લો એન્ડ ઓર્ડરમાં બદલી
ભાવનગર કલેકટર તરીકે બદલી પામેલા રમેશ મેરજાની માત્ર 9 જ દિવસમાં બદલી કરી તેમને ફરી મુળ સ્થાને મુકવામાં આવ્યા છે. વધુ વિગત મુજબ તાજેતરમાં બદલી પામીને ભાવનગર કલેકટર તરીકે મુકાયેલા રમેશ મેરજાને ફરી અમદાવાદ મહાપાલીકાનાં ડેપ્યુટી કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. જયારે તેમનાં સ્થાને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝનાં મેનેજીંગ ડીરેકટર ડી. કે. પારેખને ભાવનગર કલેકટરનો હવાલો સોંપવામાં આવ્યો છે. જયારે કોસ્ટલ સીકયુરીટીનાં વિકાસ સુંદાને રાજયપાલનાં એડીસી તરીકે નીયુકતી કરાયા છે અને દીપક મેઘાણીને લો એન્ડ ઓર્ડર ગાંધીનગર એસપી તરીકે નીમણુંક આપવામાં આવી છે.