ઓસ્ટ્રેલિયાની નામાંકિત ૧૫થી વધુ યુનિવર્સિટીએ લીધો ભાગ
વિદ્યાર્થીઓનાં ઉચ્ચ શિક્ષણ તથા તેને લગતી તમામ માહિતીઓ યુનિ.નાં પ્રતિનિધિઓ દ્વારા અપાઈ
ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ માટે રહેલી તકો વિશે વિદ્યાર્થીઓને કરાયા માહિતગાર
વિઝા પોલીસી, સ્કોલરશીપ જેવા મુદ્દાઓ એજયુકેશન ફેરમાં બન્યાં અત્યંત મહત્વપૂર્ણ
લોકો ઉચ્ચ અભ્યાસ માટે વિદેશી જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે કયા દેશમાં જવું? શું અભ્યાસ કરવો તે વિશષ તેઓને અનેક સમયે યોગ્ય જાળકારી હોતી નથી, જેથી ઘણી વખત તેઓ થાપ ખાઈ જતા હોય છે. આ પ્રકારની ઘટના ન ઘટે અને યોગ્ય રીતે વિદ્યાર્થીઓ ભણી શકે તે હેતુસર રાજકોટની નામાંકીત ટ્રાન્સ ગ્લોબલ કંપની દ્વારા વિશેષ રૂપથી ઓસ્ટ્રેલિયન એજયુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા ઓસ્ટ્રેલીયાની ૨૦ જેટલી યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓને વિદેશ ભણતર માટે યોગ્ય માર્ગદર્શન પણ પૂરૂ પાડવામાં આવ્યું હતુ આ એજયુકેશન ફેરમાં ખૂબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કારકીર્દી અંગે માર્ગદર્શન પણ મેળવ્યું હતુ.
અન્ય દેશોની સરખામણીમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓ શિક્ષણ ગુણવત્તામાં અવ્વલ: વેન્ડી એશક્રોફટ
ડબલ્યુ.યુ.ટી. યુનિવર્સિટીમાં અલગ અલગ પ્રકારના અભ્યાસ ક્રમ ચાલે છે. જેમાં ખાસ કરીને બીઝનેશ અગ્રેકલ્ચર, સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ વિભાગોમાં આશરે ૧૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આશરે બેઈઝીક કોર્ષની ફી માળખું ૩૦ થી ૩૫ હજાર ઓસ્ટ્રેલીયન ડોલર છે. બીજા રાજયોની સરખામણીમાં ગુજરાતની વિદ્યાર્થીઓમાં શિક્ષણ ગુણવતા વધારે જોવા મળે છે. તથા અહીયાના વિદ્યાર્થીઅહોમાં કવોલીટી સારી જોવા મળે છે. ઓસ્ટ્રેલીયામાં વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રકારના કોર્ષો કરવા માટે તક મળી છે. તથા ત્યારબાદ ખૂબ સારી વર્ક ઓપરેચ્યુનીટી પણ મળતી હોવાથી વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલીયા તરફ વધારે આકર્ષાયા છે.
ટુરીઝમ મેનેજમેન્ટ, એક્ટિંગ જેવા કોર્ષ યુનિ.વિદ્યાર્થીઓને કરે છે ઓફર: અર્પણા બામ
આ યુનિવર્સિટી ગ્લોબલી વિશ્વની ૨% ટોપ યુનિવર્સિટીમાંથી આવે છે. આ યુનિ. કોર્ષની વાત કરીએ તો ખાસ કરીને આઈ.ટી. હોસ્પિટલીટી, ટુરીઝમ મેનેજમેન્ટ, એકાઉન્ટીંગ એન્ડ એજયુકેશન, જેવા કોર્ષો ઓફર કરે છે. ખાસ કરીને અન્ડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ બંને પ્રકારનાં કોર્ષો કરાવામાં આવે છે. ગ્રેજયુએટ જોબ સકસેસ માટે આ યુનિ. પાંચમાં ક્રમાંક પર છે. એમ્પ્લોયર સટીફીકેશન માટે ઓસ્ટ્રેલીયાની પ્રથમ ક્રમની યુનિ. તરીકે ઘોષિત કરવામાં આવી છે. યુનિવર્સિટીની સકસેકસ રેસ્ટોને બરકરાર કરવા માટે પાંચ સ્ટાર છેલ્લા અનેક વર્ષોથી મળી રહ્યા છે. વિદ્યાર્થી જેસીયુ યુનિ.માં વધુને વધુ અભ્યાસ કરવા માટે કટીબધ્ધ જોવા મળી રહ્યા છે. અને તેઓ ભરોષો પણ રાખી રહ્યા છે. વિદ્યાર્થીઓ ભણતર બાદ ત્વરીત રોજગારી માટે જેસીયુ યુનિ.ને સહારો લે છે. યુનિ.માં થતા તમામ કોર્ષો પ્રેકટીકલ કરવામાં આવ્યા છે. અન્ડર ગ્રેજયુએટ કોર્ષીસ માટે યુની.ની ફી ૨૯૫૦૦ ઓસ્ટ્રેલીયન ડોલર જયારે પોસ્ટ ગ્રેજયુએટ માટે ૩૧૨૦૦ ઓસ્ટ્રેલીયન ડોલર ફી રાખવામાં આવી છે. સાથોસાથ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ યુનિ.માં અભ્યાસ કરવા માટે ટ્રાન્સગ્લોબલ સંસ્થાનો સંપર્ક કરી શકે છે. અને યુનિ.માં પ્રવેશ મેળવી શકે છે.ગુજરાતથી આવતા વિદ્યાર્થીઓ ખમીરવંતા જોવા મળે છે. કે જેઓ યુનિ.માં અભ્યાસ કરવા આવતા હોય છે. ગુજરાત માટે ઓસ્ટ્રેલીયા પ્રીફર્ડ માનવામાં આવે છે.
પ્રતિ વર્ષ ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ બેંક ઓફ બરોડા મારફતે વિદેશમાં અભ્યાસ માટે જતા હોઈ છે: જે.ડી. ધાણેજા
વિદ્યાર્થીને જયારે વિદેશી અભ્યાસ માટે આર્થિક જરૂરીયાત ઉદભવીત થતી હોય છે. ત્યારે બેંક ઓફ બરોડા વિદ્યાર્થીઓને મદદ કરવા ૩૧ હંમેશા તૈયાર રહે છે.જેમાં બેંક સ્વરૂપે મદદ કર્તી હંમેશા તૈયાર રહે છે. બેંક દ્વારા અપાતી લોનને ખૂબજ ઉંચી રાખવામાં આવે છે.ત્યારે બેંક વિદ્યાર્થીઓને જરૂરીયાત પ્રમાણે લોન આપવામાં આવે છે. બીઓબી વિદ્યાર્થીઓને ૮૦ લાખરૂપીયા સુધીની લોન આપે છે. વિદ્યાર્થીઓ જયારે એડમીશન જેતે કોલેજ કે યુનિ.માં નકકી થતુ હોય ત્યારબાદ તેમની ટયુશન ફી અને તેમના રહેવા જમવાનો ખર્ચાનો સરવાળો કરી ૧૦ ટકાની રકમ બેંક દ્વારા લોન મારફતે આપવામાં આવે છે. આ પ્રોસેસ માટે વિદ્યાર્થીઓએ માત્ર સાદી એપ્લીકેશન ફોર્મ ભરી અને જરૂરી કેવાયસી ડોકયુમેન્ટ આપવાના રહે છે. દર વર્ષે બેંક ઓફ બરોડાના રાજકોટ રીજયન દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓને લોન આપવામાં આવે છે. લોનની ભરપાય માટે વિદ્યાર્થીઓને જે યોગ્ય રસ્તો લાગે તે મારફતે તેઓ લોનની ભરપાય કરી શકે છે. કોર્ષ પૂરા થયા બાદ અને નોકરીમાં જોઈન્ટ થવાના બીજાજ મહિનાથી તેઓ તેમની લોનની ભરપાઈ કરવાની થતી હોય છે. જે કોઈ વિદ્યાર્થીને એક વર્ષ સુધી નોકરી ન મળે તો બેંક તેઓને એક વર્ષનો સમય પણ આપે છે. અભ્યાસ દરમ્યાન જો વિદ્યાર્થીને અનુકુળતા હોય તો તે લોનના વ્યાજની ભરપાઈ કરી શકે છે.
૨૬ વર્ષ જૂની ટ્રાન્સગ્લોબ કંપની વિદ્યાર્થીઓને સૌ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે મોકલનારી સંસ્થા: મોનીલ મહેતા
ગુજરાતમાં ઓસ્ટ્રેલીયાની સૌથી મોટુ એજયુકેશન ફેર રાજકોટ ખાતે યોજાયો છે. જેમાં ઓસ્ટ્રેલીયાની ૧૫ થી ૧૭ યુનિ.એ ભાગ લીધો છે. ટ્રાન્સગ્લોબલ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી સૌ પ્રથમ વખત ઓસ્ટ્રેલીયન દેશમાં વિદ્યાર્થીને મોકલવાનું શરૂ કર્યું હતુ છેલ્લા ૨૬ વર્ષથી ટ્રાન્સગ્લોબ વિદ્યાર્થી સાથે જોડાયેલી છે. કંપની દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ દેશોમાં મોકલવામાં આવતા હોય છે. અને તેમની જીવતર સાળ સંભાળ લેવાય છે. ઓસ્ટ્રેલીયા મોકલવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ઓસ્ટ્રેલીયાની ડીગ્રી વૈશ્ર્વીકસ્તર પર માન્યતા ધરાવે છે. બીજા કોઈ દેશોમાં પણ ઓસ્ટ્રેલીયન યુનિ.નું સર્ટીફીકેટ માન્ય ગણાય છે. ત્યારે ટ્રાન્સગ્લોબ દ્વારા આયોજીત આ ફેર તેવા લોકો માટે છે. કે જે ઓસ્ટ્રેલીયા જઈ ભણવા માંગતા હોય અને ત્યાં રહેવા માંગતા હોય. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે ટ્રાન્સગ્લોબલ કે જેમાં જે અધ્યાપકો છે તે જેતે દેશમાં રહેલા અને ભણેલા છે. જેથી જે કોઈ વિદ્યાર્થી કોઈપણ દેશ માટે ભણવા માંગતો હોય તે સર્વેને યોગ્ય પ્રશિક્ષણ પૂરૂ પાડવામાં આવે છે. અને અનેક કંપનીઓ વિઝા માટે જાહેરાત કરતી હોય તેનાથી વિદ્યાર્થીઓને અનેક વખત નુકશાન પણ વેઠવી પડે છે. ત્યારે ટ્રાન્સગ્લોબલ કં. વિદ્યાર્થીની ઈચ્છા અને હુનર તથા પરિસ્થિતિ જોઈ જેતે દેશમાં ભણવા માટે જવા દઈ અને સ્થાઈ થવા માટે માર્ગદર્શન પૂરૂ પાડતુ હોય છે. પહેલાના સમયમાં વિદ્યાર્થીઓ યુનાઈટેડ સ્ટેટમાં જવાનું વધુ પસંદ કરતા હતા ત્યારે હવે ઓસ્ટ્રેલીયા ભણવા જવા માટેના કેમ્પમાં વધારો જોવા મળ્યો છે. અંતમાં તેઓએ વિદ્યાર્થીને અપીલ કરતા જણાવ્યું હતુ કે કોઈપણ વિદ્યાર્થી વિદેશ અભ્યાસ માટે યોગ્ય સંસ્થાની પસંદગી કરે જેથી તે યોગ્ય અને પૂરતુ માર્ગદર્શન મળી રહે.
સ્થિર અર્થવ્યવસ્થા હોવાથી ઓસ્ટ્રેલિયામાં ભણવુ ફાયદારૂપ: સ્વેની રૂકાણી
કવીનસ્લેન્ડ યુનિવર્સિટીના પ્રતિનિધિ સ્વેની રૂકાણીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ઓસ્ટ્રેલીયાની અર્થવ્યવસ્થા સ્થિર હોવાથી વિદ્યાર્થીઓમાં ઓસ્ટ્રેલીયામાં ભણવા માટેના દ્વારા ખૂલ્યા છે. અને સારી એવી તક પણ રહેલી છે. કોઈપણ વિદ્યાર્થી ઓસ્ટ્રેલીયામાં ૨ વર્ષ ભણે તો તેને ૨ વષૅના વર્ક વિઝા પણ મળે છે. જેથી તેઓને આંતરરાષ્ટ્રીય વર્ક અનુભવ પણ મળતો રહે છે. ટ્રાન્સ ગ્લોબ દ્વારા જે વિદ્યાર્થીઓમાટે પ્લેટફોર્મ પૂરૂ પાડવામાં આવ્યું છે તેનાથી વિદ્યાર્થીઓને અનેકવિધ પ્રકારે ફાયદો થશે. વધુમાં તેઓએ ભારતના અને સવિશેષ ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં કુશળતા હોવાનું પણ સ્વીકાર્યું હતુ, અને અન્ય દેશોની સરખામણીમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓને આવકાર્યા પણ હતા. કવીન્સલેન્ડ વિશ્વની ટોપ ૧૦૦ યુનિવર્સિટીમાની એક છે. અમે ઓસ્ટ્રેલીયાની ટોપ ૩ યુનિવર્સિટીમાની એક છે. એન્જીનીયરીંગ, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિત અનેકવિધ ક્ષેત્રોમાં યુનિવર્સિટી તેનું ઉચ્ચસ્તરીય કામગીરી કરી રહી છે. અંતમાં તેઓએ વિદ્યાર્થીઓના સિલેકશન ક્રાઈટએરીયા અંગે જણાવ્યું હતુ કે, યુનિવર્સિટીમાં એડમીશન લેવું ખૂબજ અધરૂ છે. પરંતુ વિદ્યાર્થી કુશળ હોવાથી તે અભ્યાસ કરી શકે છે.
સંશોધન માટે યુનિ. ઓફવેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ: શીલ્પી
યુનિવર્સિટી ઓફ વેસ્ટન ઓસ્ટ્રેલીયાના રીઝનલ મેનેજર સીલ્પીએ અબતક સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું કે યુનિવર્સિટી એન્ડ ગ્રેજયુએટથી લઈ ગ્રેજયુએટના વિવિધ કોર્ષો યુનિ. દ્વારા આપવામાં આવે છે. સાથોસાથ યુનિ. પીએચડીમાં અનેક પ્રોગ્રામીન આપે છે. યુનિ. બીઝનેશ, એન્જીનીયરીંગ, ફાર્મસી, સાયન્સ અને અનેક વિધ ફેકલ્ટીમાં કાર્ય કરે છે. વિદ્યાર્થીઓને યુનિ. વિશે માહિતી મેળવવા માટે યુનિ.ની વેબસાઈટ પર જ જવાનું રહેશે ૩૮ હજાર થી ૪૦ હજાર ઓસ્ટ્રેલીયન ડોલરની ફી નિર્ધારીત કરવામાં આવી છે. વિશ્વની ૧૦૦ યુનિ.માં ૮૬માં ક્રમ પર અમારી યુનિ. રહેલી છે. સંશોધન ક્ષેત્ર પર પકડ હોવાના કારણે વિદ્યાર્થીઓને વેસર ઓસ્ટ્રેલીયા યુનિ.માં અભ્યાસ કરવાનો અનેરો લાહવો મળે છે. વેસ્ટન ઓસ્ટ્રેલીયામાં માઈનીંગ પ્રવૃત્તિઓ વધુ હોવાથી વિદ્યાર્થીઓને પ્રેકટીકલ અભ્યાસમાં જવાનું વધુ પસંદ કરતો હોય છે. કરીયર ડેવલોપમેન્ટ, સ્કીલ ડેપલોપમેન્ટ વિદ્યાર્થીઓ માટે અત્યંત જરૂર હોવાથી યુનિ.તમામ આ કોર્ષોને બખુબી નીભાવે છે. ગુજરાતનાં વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલીયામાં વિશાળ તક મળવાથી તેઓના શિક્ષણ સ્તરમાંપ ણ અનેક ગણો સુધારો જોવા મળે છે.
સ્વીનબર્ન યુર્નિ. ટેકનોલોજી માટે વિશ્વવિખ્યાત: કેરન ડીમેલો
સ્વીનબર્ન યુનિવર્સિટીના કેરેન્ડીમેલો એ અબતક સાથેની વાતચીતમાં કહ્યુંં હતુ કે મેલબન ખાતે સ્વીનબર્ન યુની. ટેકનોલોજી ક્ષેત્રે અલગ છે. ૧૯૦૪માં યુનિવ.ની સ્થાપના કરવામાં આવે છે. પ્રતિવર્ષ યુનિ. નવતર સીધ્ધીઓને પણ પ્રોત્સાહીત કરી રહી છે. વર્લ્ડની ૫૦ યુનિ. માં સ્વીનબર્ન જી.નું નામ આપે છે. યુનિ. હેલ્થ, આર્ટ, ડીઝાઈન, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં યુનિ. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે. ડીઝાઈન ક્ષેત્રે વિશ્વની ૪૦ યુનિ.માં સ્વીનબર્ન યુનિ.નો સમાવેશ કરવામાં આવે છે. જયારે વિશ્વમાં સીવીલ એન્જીનીયરીંગ ક્ષેત્રે સ્વીનબર્ન યુનિ.માંની એક છે. કેમ્પસ ઉપર ૫૪ હજાર વિદ્યાર્થીઓ હાલ, એન્ટ્રોઈલએસે કે તેઓની નોંધણી થયેલી છે ૮ થી ૧૦ હજાર જેટલા વિદેશી વિદ્યાર્થીઓ આ યુની.માં અભ્યાસ કરી રહ્યા છે. કોર્ષીસ આધારે વિદ્યાર્થીઓની ક્ષમતા જોઈ તેઓને અભ્યાસ કરવા માટે પરવાનગી અપાય છે. ઓસ્ટ્રેલીયા ખાતે અભ્યાસ કરવામાં આવતા વિદ્યાર્થીમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓની ક્ષમતા અનેરી છે. તેઓમાં રહેલુ હુનર તેઓને વિદેશ અભ્યાસ માટે સાબીત થાય છે. વિઝા પોલીસીમાં ફેરબદલ થતાની સાથે જ જે રીતે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તે સરાહનીય છે. અને વિદ્યાર્થીઓએ સ્વેનબોર્ન યુની.માં વિદ્યાર્થીઓને રીઝયુનીંગ ચેકીંગ અને પ્રોફેસનાલીઝમ પણ શીખવાડવામાં આવે છે. સ્પેનબર્ગ યુનિ.માં વિદ્યાર્થીને ઘણીબધી તકો મળે છે. જે ખરાઅર્થમાં વિદ્યા માટે સારી સાબીત થાય છે.
૧૨૫ વર્ષ જૂની ટેસમેનીયા યુનિવર્સિટી ઉચ્ચસ્તરીય અભ્યાસ માટે આશિર્વાદરૂપ છે: નીતિન શર્મા
ટેસમેનીયા યુનિ.ના નીતીન શર્માએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, ટેસમેનીયા સ્ટેટની સૌથી જૂની એટલે ૧૨૫ વર્ષથી કાર્યરત યુનિ. ઉચ્ચસ્તરીય અભ્યાસ માટે આર્શિવાદરૂપ છે. વિશ્વભરની ટોપ ૨ ટકા યુનિ.માં તેઓ સામેલ છે. ખાસ કરીને તેઓ વિજ્ઞાન પ્રવાહમાં અલગ અલગ કોર્ષો ઉપલબ્ધ કરે છે.જેમાં ખેતીનાં ૩૦ અલગ અલગ કોર્ષો તેમજ વ્યાપારને લઈ બીઝનેસ કોર્ષો ઉપલબ્ધ કરે છે. હાલ યુનિ.માં ૩૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ફીસ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે એવરેજ ૩૦ થી ૩૫ હજાર ઓસ્ટ્રેલીયન ડોલર ફ્રી રાખવામાં આવી છે. ઉપરાંત યોગ્ય
વિદ્યાર્થી અને ૨૫% જેટલી સ્કોલરશીપ પણ આપવામાં આવે છે. વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ અમારી યુનિવર્સિટીમાં ભણવા આવે છે. ખાસ કરીને તેમના એડમીશન માટેની પ્રોસેસની વાત કરીએ તો મીનીમમ ૬૦ ટકા પરિણામ અનિવાર્ય છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઓસ્ટ્રેલીયામાં અભ્યાસ માટે જે રૂપીયા ખર્ચે છે તેનું પૂરેપૂરૂ વળતર તેમને મળે છે.માટે જ ઓસ્ટ્રેલીયા માટેનો ટ્રેન્ડ વધ્યો છે. અંતમાં તેઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુને ઓસ્ટ્રેલીયા વિશે માહિતગાર પણ કર્યો હતો.
રિસર્ચ કાર્યક્રમ માટે ઓસ્ટ્રેલીયન સરકારે ફાળવ્યા છે ૫૦૦ મિલિયન ડોલર: આલોક કુમારસિંહ
આ યુનિવર્સિટી ૫૦ વર્ષ જુની છે. અને વિશ્વભરની ટોપ યુનિ.માં આ યુનિ. પણ સામેલ છે. ખાસ કરીને એશિયાની યુનિ. વાત કરીએ તો આ યુનિ. ટોપ ૫૦માંથી એક યુનિ. છે. અને ત્રીજા નંબરની વિકટોરીયાની યુનિ. છે ખાસ કરીને બીઝનેસ મેનેજમેન્ટ, આઈટી એન્જીનીયરીંગ માટે કોલેજ પ્રખ્યાત છે. અને તેમના રીસર્ચ પ્રોગ્રામ માટે ઓસ્ટ્રેલીયન ગર્વમેન્ટએ ૫૦૦ મીલીયન ડોલર ફાળવ્યા છે. હાલ યુનિ.માં ૩૦ હજારથી વધારે સ્ટુડન્ટ અભ્યાસ કરે છે. જેનાથી ૧૩ હજાર વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ છે. અને ૩૫ હજાર વિદ્યાર્થીઓ ભારતના છે. આ યુનિ.માં ફકત જોબ પૂરતુ જ નહી પરંતુ વિદ્યાર્થી જયારે યુનિ.માં જોડાય છે તે દિવસથી જ તેમને કરીયર વોરીયેન્ટેતન માટે તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં વિદ્યાર્થીની વાત કરીએ તો બીઝનેસ મેનેજમેન્ટના કોર્ષમાં જોડાતા હોય છે. ફોરેન પોલીસીની વાત કરીએ તો યુએસમાં તરત વિઝા નથી મળતા ઉપરાંત ત્યાં વર્ક ઓપચ્યુનીટી પણ ઓછી હોવાથી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલીયા માટે વધારે અપ્લાય કરે છે. તથા ઓસ્ટ્રેલીયામાં સ્ટુડન્ટ વિઝા હોય કે વર્ક વિઝા તે મળવાનો રેસ્યો વધારે હોવાથી એક કારણ એ પણ છે. કે વિદ્યાર્થીઓ ત્યાં વધારે આવાનું પસંદ કરે છે.
ઓસ્ટ્રેલીયાની એક માસ યુનિ. જે વર્ષમાં ૩ વખત વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપે છે તક: નાકરાણી
આ યુનિ. પબ્લીક યુનિ. છે ઓસ્ટ્રેલીયાની ૫૦ યુનિ.માં આ યુનિ. ૨૧માં ક્રમાંક પર છે. આ નેશનલ લારજેન્સ યુનિ.માંથી એક છે. ઓસ્ટ્રેલીયાના બધાજ મેટ્રોસીટીમાં આ યુનિ. વખણાય છે. ખાસ કરીને અભ્યાસની વાત કરીએ તો આ યુનિ. વખણાય છે. ખાસ કરીને અભ્યાસની વાત કરીએ તો આ યુનિ. દ્વારા અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમ પ્રફોમ કરવામાં આવે છે.જેમાં સૌથી વધારે એન્જીનીયરીંગ, આઈ.ટી. બીઝનેશ મેનેજમેન્ટ, માર્કેટીંગ ઈન્ટરનેશનલ બીઝનેસ, અકાઉન્ટીંગ અને નર્સીંગમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય છે. આ યુનિ.માં વર્ષમાં ત્રણ વખત વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જોડાય શકે છે. ફેબ્રુઆરી, જુલાઈ, અને નવેમ્બરમાં કોશિર્ષ ચાલુ થાય છે. જેથી ખાસ કરીને જો કોઈ વિદ્યાર્થીને પોતાનો અભ્યાસ એપ્રીલ, મે મહિનામાં અભ્યાસ જેમ પૂર્ણ કર્યો હોય તો તેમને ૧ વર્ષ સુધી રાહ જોવાની જરૂરી નથી. વિદ્યાર્થી નજીકના ચાલુ થતા કોર્ષમાં પણ અરજી કરી શકે છે. ખાસ કરીને આ યુનિ. ફ્રી સ્ટ્રકચર પરવડે તેનું હોવાથી આ યુનિ.માં સૌથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ યુનિ.માં પાસ આઉટ થયેલા વિદ્યાર્થીની સેલેરી ઈન્ટરનેશનલ ૧૫ થી ૨૦ ટકા વધારે હોય છે. ઉપરાંત વિદ્યાર્થીઓ સારીતે ઓસ્ટ્રેલીયાની વર્ક સીસ્ટમને જાણી શકે તે માટે ઈન્ટનસીપ પ્રોગ્રામ પણ આપવામાં આવે છે. ટ્રાન્સગ્લોબ અમારી સાથે દસ વર્ષથી જોડાયેલ છે. ટ્રાન્સગ્લોબ દ્વારા અમને ઘણા સારા વિદ્યાર્થીઓ પણ મળ્યા છે. ખાસ કરીને રાજકોટમાંથી ઘણા સારા વિદ્યાર્થીઓ મળ્યા છે.