બ્રિજનાં નિર્માણથી ૧૦ લાખ લોકોને ટ્રાફિક અને પ્રદુષણની સમસ્યામાંથી મુકિત મળશે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત: રૂા.૫૯.૨૩ કરોડનાં એસ્ટીમેન્ટ સામે ૨૫.૪૮ કરોડની તગડી ઓન ચુકવાશે

મુખ્યમંત્રીનાં હસ્તે શનિવારે થનારા અલગ-અલગ પ્રોજેકટનાં ખાતમુહૂર્તની સાઈટ વિઝીટ કરતા પદાધિકારીઓ અને અધિકારીઓ

સતત ટ્રાફિકથી ધમધમતા એવા શહેરનાં હોસ્પિટલ ચોકમાં મહાનગરપાલિકા દ્વારા રૂા.૮૪.૭૧ કરોડનાં ખર્ચે ટ્રાએન્ગલ ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવશે. રૂા.૫૯.૨૩ કરોડનાં મુળ એસ્ટીમેન્ટ સામે બ્રિજનાં નિર્માણ કામમાં ૪૩ ટકાની તગડી ઓન ચુકવવામાં આવશે જેના કારણે બ્રિજ એસ્ટીમેન્ટ કરતા રૂા.૨૫.૪૮ કરોડ વધુ મોંઘો પડશે. કાલે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હોસ્પિટલ ચોક બ્રિજ માટે ખર્ચ મંજુર કરવા સહિતની અલગ-અલગ ૩૦ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

DSC 0685 DSC 0732

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, શહેરનાં હોસ્પિટલ ચોક વિસ્તારમાં થ્રી આર્મ ફલાય ઓવરબ્રિજ બનાવવા માટે પ્રોજેકટ ક્ધસલ્ટન્ટ તરીકે અમદાવાદની ડીઈએલએફ ક્ધસલ્ટન્સી પ્રા.લી.ની નિમણુક કરવામાં આવી હતી જેમાં કનસલ્ટન્ટ દ્વારા ૩ વિકલ્પો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી અને પદાધિકારીઓ સમક્ષ રજુ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં મુખ્યમંત્રીએ ૨૯ મીટર રો સાથેનો ટ્રાએન્ગલ ઓવરબ્રિજ બનાવવાનું સુચન કર્યું હતું. આ માટે મિલકત કપાતમાં લેવા લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ કરી કરાયું હતું. બ્રિજનું એસ્ટીમેન્ટ રૂા.૫૯.૨૩ કરોડ રાખવામાં આવ્યું હતું. ૩ વખત ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યા હતા છતાં કોઈ એજન્સીએ રસ દાખવ્યો ન હતો. હાર્ડરોક હોવાનાં કારણે કામ થોડુ વધુ મોંઘુ પડે તેમ હોય મહેસાણાની અનંતા પ્રોકોન પ્રા.લી.નામની કંપનીએ હોસ્પિટલ ચોક બ્રિજનું કામ ૪૩ ટકા ઓન સાથે રૂા.૮૪.૭૧ કરોડમાં કરવા સહમતી દર્શાવી છે. આ ખર્ચ મંજુર કરવા માટે કાલે સ્ટેન્ડિંગમાં નિર્ણય લેવામાં આવશે.

એફકેઝેડ

તેઓએ વધુમાં ઉમેયુૃં હતું કે, ટ્રાએન્ગલ ફલાય ઓવરબ્રિજની વિશેષતા પર નજર કરવામાં આવે તો ફોર લેન્ડ ફલાય ઓવરબ્રિજ બનશે. બંને તરફ ૭ મીટર પહોળાઈનો કેરેજવે, બ્રિજનું ડિવાઈડર ૦.૩૦ મીટર પહોળાઈનું રહેશે. બંને તરફ ૦.૪૫ મીટર ક્રેશ બેલીયર, ૬ મીટર પહોળાઈનાં સર્વિસ રોડ, બંને તરફ ૦.૯ મીટરની પહોળાઈની ફુટ પાથ, જવાહર રોડ તરફ બ્રિજની લંબાઈ ૨૯૯ મીટર, કુવાડવા રોડ તરફ બ્રિજની લંબાઈ ૪૦૦ મીટર, જામનગર રોડ તરફ બ્રિજની લંબાઈ ૩૬૭ મીટર અને આ તરફ ૮ સીંગલ પીયર અને ૨ જગ્યાએ ફોર પીયર સહિત કુલ ૧૬ પીયર બનાવવામાં આવશે. જયારે અમદાવાદ રોડ તરફ ૧૦ સીંગલ પીયર અને ૨ જગ્યાએ ફોર પીયર સહિત ૧૮ પીયર, જયુબેલી ગાર્ડન તરફ ૬ સીંગલ પીયર અને ૨ જગ્યાએ ફોર પીયર સહિત કુલ ૧૪ પીયર જયારે હોસ્પિટલ ચોકમાં એકઝાગોનલ ગ્રીડમાં કુલ ૨૨ નંગ અને સેન્ટ્રલમાં ૧ પીયર બનાવવામાં આવશે. બ્રિજનું નિર્માણ થયા બાદ ૧૦ લાખથી વધુ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી અને પ્રદુષણથી મુકિત મળશે. બ્રિજનાં નિર્માણ કામ માટે જે મિલકત કપાતમાં આવે છે તે મોટાભાગની સરકારી છે.

DSC 0643 bridge

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે આગામી શનિવારનાં રોજ શહેરમાં અલગ-અલગ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે તથા શહેર ભાજપ આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે. આજે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, દંડક અજયભાઈ પરમાર, બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડિયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતનાં પદાધિકારીઓ તથા અધિકારીઓએ બાલભવન, હોસ્પિટલ ચોક, આમ્રપાલી બ્રિજ,

અમે બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસ કરીશું: ઉદિત અગ્રવાલ

vlcsnap 2019 11 06 12h26m54s215

શહેરના આમ્રપાલી ફાટક પર અંડર બ્રીજનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે. તેને લઈને સ્થળ નીરીક્ષણ માટે રેલવેના ડીઆરએમ રાજકોટ કલેકટર રમયામોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, આરએમસી કમિશ્નર ઉદીત અગ્રવાલ, ભાજપના નીતીન ભારદ્વાજ, તથા અધિકારી પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા આતકે અબતક સાથે વાત કરતા આરએમસી કમિશ્નર ઉદીત અગ્રવાલે કહ્યું કે અંડરબ્રીજ બનવાથી શહેરનો ટ્રાફીક પ્રશ્ર્નનો હલ થશે પરંતુ જયાં સુધી બ્રીજનું કામ ચાલે ત્યાં સુધી પ્રજા પણ સહકાર આપે. બને ત્યાં સુધી અમે બ્રીજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસ કરશુય તથા અંડર બ્રીજની સાઈઝ બંને બાજુ ૧૦૦ મીટર રહેશે સાથે હોસ્પિટલ ચોક પર ઓવરબ્રીજ પણ નિર્માણ થશે અને લોકોને થતી ટ્રાફીક સમસ્યાનો હલ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.