મોતિહારી એકસપ્રેસ પરિવર્તિત માર્ગેથી ચાલશે
ઉતર પશ્ર્ચિમ રેલવેના અજમેર-પાલનપૂર સેકશનમાં ભીમાણા-માવલ સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી શરૂ થતા નોન-ઈન્ટરલોકિંગના કામથી રાજકોટ મંડળની સંબંધિત અમુક ટ્રેન અસરગ્રસ્ત રહેશે તેમજ અમુક ટ્રેન પરિવર્તિત માર્ગેથી ચાલશે.૨૮ અને ૩૧ ડિસેમ્બર ઉપડનારી પોરબંદર દિલ્હી-સરાય રોહિલ્લા એકસપ્રેસ તેમજ ૩૦ ડિસે. અને ૨ જાન્યુ.એ ઉપડનારી દિલ્હી સરાહ રોહિલ્લા પોરબંદર એકસપ્રેસ ઉપરાંત ૨ જાન્યુઆરીએ રાજકોટ-દિલ્હી સરાહ રોહિલ્લા એકસપ્રેસ તેમજ ૩ જાન્યુ.એ દિલ્હી સરાહ રોહિલ્લા રાજકોટ એકસપ્રેસ કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓખા-દહેરાદૂન ઉતરાંચલ એકસપ્રેસ ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધી તેમજ દેહરાદૂન ઓખા ઉતરાંચલ એકસપ્રેસ ૨ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી રદ છે.
૨ જાન્યુઆરી અને ૩ જાન્યુ. ૨૦૨૦ ના રોજ ઉપડનારી પોરબંદર-મુઝફફરપૂર મોતિહારી એકસપ્રેસ પરિવર્તિત રૂટ વાયા અમદાવાદ- આણંદ-ગોધરા- રતલામ,ચંદેરિયા-અજમેર થઈનેચાલશે તેમજ ૨૯ ડિસે. અને ૩૦ ડિસે.ના રોજ ઉપડનારી મુઝફફરપુર-પોરબંદર એકસપ્રેસ પરિવર્તિત રૂટ વાયા અજમેર-ચંદેરિયા-રતલામ-ગોધરા-આણંદ- અમદાવાદ થઈને ચાલશે.
ઉપરોકત ડાયવર્ઝન દરમ્યાન વાયા-સમદડી- ભીલડી-પાટણ- મહેસણાથી ડાયવર્ટ થનાર ટ્રેનોમાટે લૂણી, સમદડી, જાલોર, મારવાડ, ભીનમાલ, રાણીવાડા અને ધનેરા સ્ટેશનો પર સ્ટોપન મૂકવામાં આવ્યો છે.