જી.જી.હોસ્પી.ના સુપ્રિ.ડો.બુચ દ્વારા ઓડીયો વીઝ્યુઅલ ટ્રેનીંગ સેશન:ડેન્ટલ એસોસીએશન-સુરક્ષાસેતુના હોદેદારોની જહેમત
ઈંક્ષમશફક્ષ ડેન્ટલ એસોસીએશન ઉંફળક્ષફલફિ અને જામનગર પોલીસ ના સુરક્ષાસેતુ વિભાગની જહેમત થી બાળકોની સતામણી અટકાવવા તેમના અપમાન થતા અટકાવવા આપણે શુ કરી શકીએ તે અંગે ટ્રેઇનીંગ ઓફ ધ ટ્રેનર કાર્યક્રમ પ્રોગામ સરકારી ડેન્ટલ કોલેજના કાઉન્સીલ હોલમાં યોજાયો હતો .
આ ટ્રેનરો તબક્કાવાર આ અંગે જાગૃતિ કાર્યક્રમો યોજી બાળકો, વડીલો,માતા પિતા,શિક્ષકોને તાલીમ આપશે.ડેન્ટલ એસોસીએશન ના પ્રમુખ ડો. સીમા ખન્ના સેક્રેટરી ડો.રિમ્મી તકવાણી ni Sathe Dr. Nisha Verlianey, Dr. Vidhi shah, dr. Chintan Popat, Dr. Hardik Amrania તેમજ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફની જહેમત થી યોજાયેલ આ કાર્યક્રમાં જી.જી.હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને જાણીતા ચાઇલ્ડ સ્પેશ્યાલીસ્ટ જેમણે ચાઇલ્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કર્યુ છે તેવા ડો. પંકજ બુચ નુ ઓડીયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન યોજાયુ હતુ.
જેમાં તેમણે ચાઇલ્ડ એબ્યુઝ અંતર્ગત બાળકોને ઇજા પહોંચાડવી નુકસાન કરવુ અયોગ્યવર્તન કરવુ દુરૂપયોગ કરવો અપમાન કરવુ હિંસાત્મક હુમલા કે ઇજા પહોંચાડવી વગેરે નો સમાવેશ થાય છે. ત્યારે આવી બાબતો બનતી રોકવી એટલે કે પ્રીવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ની જેમ જાગૃતિ લાવવી જરૂરી હોઇ તે દિશામાં જ કામ કરવુ એ સમયની તાતી જરૂર છે.
આપણને વારંવાર માધ્યમો દ્વારા અને અન્ય રીતે જાણવા મળેછે કર બાળક કે બાળકી પ્રત્યે વારંવાર સતામણી ના બનાવ બને છે તેમની સાથે અયોગ્ય ચેષ્ટાઓ થાય છે તેમનુ શોષણ કે દબાણ થતુ હોય છે જે સમાજની નબળાઇ ને દુર કરવી જરુરી છે આવુ બનતુ અટકાવવુ એ માટે તાલીમો આપવામાં આવે તે માટે બાળકોના હોઠ છાતી પગ વચ્ચે કમરનીચે કોઇ વિક્રુતિના ભાગ રૂપે કોઇ ટચ કરે તો બુમપાડવી ત્યાંથી દુર જતુ રહેવુ તેમજ આવુ થયુ હોય તો બાળક તેના મોટા ભાઇ બેન કે વડીલો કે માતા પિતા ને કે શિક્ષક ને જાણ કરી શકે તે માટે આ દરેક એ તેમની સાથે નિખાલસતા નિકટતા કેળવવી જરૂરી છે .તેમજ બાળકને આ સૌ ટ્રેઇન કરે તે જરૂરિ છે. સમાજ માં આવુ બનતુ અટકે તે પ્રાથમિકતા હોવી જોઇએ વગેરે મુદે ડોક્ટર બુચ એ છણાવટ કરી હતી અને ગુડ ટચ અને બેડ ટચ ની જાણકારી આપી હતી
તેમજ પોલીસ વિભાગના જ્ઞરરશભયિ એ પણ મુદાસર તાલીમ આપી અજાણી વ્યક્તિથી બાળકો દુર રહે વડીલો બાળકોને એકલા ન મુકે અજાણ્યા પાસે નમુકે સોસાયટી સ્કુલ વગેરેમા દરેક લોકો માંથી કોઇ વિક્રુતિવાળા હોય તો તે ટ્રેસ કરી બાળકોને કેમ દુર રહેવુ અને દુર રાખવુ તેમાટે પણ જાણકારી અપાઇ હતી.તેમજ બાળકો ને તેની પરિવાર ની ઘરની શાળાની વિગત જરુરી ફોન નંબરો ની જાણકારી રહે તેવા પ્રયાસ કરવા જાગૃતિ લાવવા જણાવાયુ હતુ.
એકંદર ચાઇલ્ડ એબ્યુઝ અટકાવવા ઇન્ડીયન ડેન્ટલ એસોસીએશન અને પોલીસ નુ સુરક્ષા સેતુ સાથે મળી કેવી રીતે સમાજ સેવા રૂપી આ કાર્ય બાળકોના હિતમા કેવી રીતે કરી શકશે અને વિષય શુ છે તેની ખાસ તાલીમનો આ કાર્યક્રમ ટ્રેનરો માટે ખુબ જ રસપ્રદ અને ઉત્સાહપ્રદ રીતે ઉપયોગી બની રહ્યો હતો જેના આગામી દિવસો મા જાગૃતિ રુપી પરિણામો જોવા મળશે.