તરૂણાવસ્થાની સમસ્યાઓ અંતર્ગત વિસ્તૃત ચર્ચા માર્ગદર્શન પુરુ પડાયું
જેન્ડર રીસોર્સ સેન્ટર-ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત અને અખિલ હિન્દ મહિલા પરીષદ દ્વારા મહિલા કાર્યકર્તાઓ, કાઉન્સેલરો, મહિલા વિષયક કાનુની વ્યવસ્થાઓમાં પ્રવૃત વિવિધ એજન્સીના ક્રિયાશીલો માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન પરીષદ સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. અખિલ હિન્દ મહિલા પરીષદના અધ્યક્ષ ડો.ભાવનાબેન જોશીપુરાના અધ્યક્ષ સ્થાને આયોજિત બહુપરીમાણીય કાર્યશાળાનું ઉદઘાટન રાજકોટ જિલ્લા રક્ષણ અધિકારી કિરણબેન મોરીયાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ રિજયોનલ હેલ્થ સેન્ટરના વરીષ્ઠ અધિકારી ડો.જયોતિબેન હાથી, જેન્ડર રીસોર્સ સેન્ટરના કન્વીનર બિજલબેન બંગડીવાલા વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યશાળાના સંવાહક અને અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત ડો.ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે, મહિલા કલ્યાણ, સુરક્ષા તેમજ કાનુની મદદ સહિતની અનેકવિધ યોજનાઓ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવેલ છે તેમજ તરૂણાવસ્થા દરમિયાન અનેકવિધ સમસ્યાઓ નિષ્પન્ન થતી હોય છે ત્યારે ઉપલબ્ધ એવી યોજનાઓ અને સુવિધાઓની જાણકારી સર્વગ્રાહી રીતે મળી રહે તે ખુબ જ આવશયક છે. સમાજકાર્ય વિભાગ, કણસાગરા કોલેજના કાર્યકારી પ્રાચાર્ય ડો.કોમલબેન કપાસી, કાયદા વિદ્યાશાખાના પ્રાઘ્યાપક રક્ષાબેન દવે, પુનમ વ્યાસ, સબનમ ઠેબાએ વિવિધ વિષયો ઉપર તજજ્ઞ માર્ગદર્શન આપ્યું હતું.