સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટ દ્વારા મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સંકુલનાં પ્રાથમિક વિભાગનાં શૈક્ષણિક સ્ટાફ માટે બે દિવસીય આચાર્ય-વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં અતિથિ પ્રાધ્યાપક ડો. રણજીતસિંહ પવાર તેમજ સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, મેનેજીંગ ટ્રસ્ટી ડો.બળવંતભાઈ જાની, મંત્રી રમેશભાઈ ઠાકર, ટ્રસ્ટી કેતનભાઈ ઠક્કર અને અક્ષયભાઈ જાદવએ દિપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક ઉદ્દબોધનમાં આદર્શ શિક્ષક અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ સાથે વ્યક્તિત્વ વિકાસની વાતો ઉપસ્થિત આચાર્યગણ સમક્ષ કરી હતી.
આચાર્ય વિકાસ વર્ગમાં મુખ્ય અતિથિ વિશેષ ડો. રણજીતસિંહ પવાર દ્વારા શિક્ષક, શિક્ષણ, શૈક્ષણિક સંસ્થા, વિદ્યાર્થી, વાલી અને વર્ગખંડ સહિતની તમામ બાબતોને આવરી લેતું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. અપૂર્વભાઈ મણીઆરે એજ્યુકેશન વિષયક તમામ બાબતોની અપડેટ રાખી અપ ટુ ડેટ રહેવા સૂચવ્યું હતું તો બળવંતભાઈ જાનીએ પોતાના શૈક્ષણિક અનુભવનોનો નિચોડ ઉપસ્થિત સૌ સમક્ષ રજૂ કરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રી પલ્લવીબેન દોશી, અનીલભાઈ કિંગર સહિત વ્યવસ્થાપક કમિટીનાં સદસ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રધાનચાર્ય કનુબેન ઠુમ્મરે જહેમત ઉઠાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com