પ્રથમ તબક્કે આરોગ્ય કર્મીઓને રસી અપાશે
જામનગર શહેર જિલ્લાની ૧૪ લાખની વસ્તીને કોરોનાની રસીકરણ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રસીકરણ માટે તબીબો, પેરા મેડિકલના ૧૨ હજાર કર્મચારીઓની બીજી તબક્કા માટે ૧૮ હજાર સરકારી કર્મચારીઓ અને ત્રીજા તબક્કામાં ૫૦ વર્ષથી વધુ ઉમરના ૩ લાખ નાગરિકોની વિગતો એકઠી કરાઈ છે.
જામનગર શહેર અને જિલ્લાની ૧૪ લાખની વધુની વસ્તીમાં આગામી દિવસો કોરોનાની રસિકરણનો કાર્યક્રમ યોજવા માટે શહેર-જિલ્લામાં મેડિકલ ક્ષેત્રે કાર્યરત ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફના ૧૨ હજાર લોકોની વિગતો એકઠી કરી છે. ઉપરાંત બીજા તાબબકમાં પોલીસ,સફાઈ કર્મચારીઓ,લોકોમાં સંપર્કમાં આવતા ૧૮ હજાર જેટલા સરકારી કર્મચારીઓ અને લોકોની વિગતો એકઠી કરવામાં આવી છે. તંત્રે તમામ વિગતો રાજ્યના આરોગ્ય વિભાગને મોકલવા કાર્યવાહી કરી લીધી છે.બાદમાં રસિકરણના ત્રીજા તાબકમાં ૫૦ વર્ષથી મોટી ઉમર ધરાવતા ત્રણ લાખથી વધુ નાગરિકોની વિગતો પણ તંત્રએ એકઠી કરી લીધી છે જે પૂર્ણતાને આરે છે દરમ્યાન જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડોક્ટરોએ રસીકરણ યોજનાની માહિતી માટે પ્રેઝન્ટેશન યોજાયું હતું અને પ્રાથમિક સમજ અને તાલીમ આપવામાં આવી હતી.