મફ્ત અનાજ આપી સરકારે ખરા અર્થમાં અંત્યોદયના મંત્રને સાર્થક કર્યો છે: ડો.ભરત બોઘરા
જન-ધન યોજનાથી શરૂ કરી છેલ્લા સાત વર્ષમાં અનેક યોજનાઓ ઘર-ઘર સુધી પહોચાડી પાર્ટીનો કાર્યકર્તા વાહક બન્યો છે, એ જ ભાજપની સિધ્ધીઓ છે: ગૌતમભાઈ ગેડીયા
કાર્યકરોની કાર્યક્ષમતામાં વધારો થાય અને ભાવિ નેતૃત્વ વધુ સારી રીતે જવાબદારીઓનું વહન કરી શકે તે માટે તેમને સુસજ્જ અને તૈયાર તે વિચારને કેન્દ્રમાં રાખી જનસંઘના કાળથી કાર્યર્ક્તા પ્રશિક્ષ્ાણ તથા બુથ સશક્તિકરણને મહત્વ આપવામા આવતુ હોય છે ત્યારે રાજકોટ મહાનગર માટે પ્રશિક્ષ્ાણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય પ્રદેશ ભાજપમાંથી વિવિધ વિષયો ઉપર જેમ કે આજના ભારતની વૈચારીક મુખ્ય ધારા- આપણી વિચારધારા, વ્યક્તિત્વ વિકાસ, ભાજપાનો ઇતિહાસ અને વિકાસ, આપણો વિચાર પિરવાર, બદલાયલ પિરસ્થિતિમાં ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ, રાજય સરકારની ઉપલબ્ધીઓ, ર014 પછી ભારતની રાજનીતીમાં આવેલ બદલાવ, આપણી કાર્યપધ્ધતી – સંગઠન સંરચના માં આપણી ભુમિકા, મીડીયાનો વ્યવહાર અને ઉપયોગ, ભારત વૈશ્ર્વિક પરીદ્રશ્ય, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ, સોશીયલ મીડીયાનો ઉપયોગ, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ- આપણા પ્રદેશના સંદર્ભમાં, સુરક્ષા સામર્થ્ય, 7 વર્ષમાં કેન્દ્ર/ રાજય સરકારમાં અંત્યોદય પ્રયત્ન જેવા વિષયો ઉપર પ્રદેશમાં થી વક્તાઓ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
ભાજપનો કાર્યર્ક્તા રાષ્ટ્રવાદની વિચારાધારાને અભ્યાસ વર્ગના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનુ ભગિરથ કાર્ય પાર્ટી કરી રહી છે: હસમુખ પટેલ
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકારમાં દેશના સીમાડાઓ સુરક્ષીત બન્યા છે: પ્રશાંતભાઈ કોરાટ
આ તકે મેયર ડો. પ્રદિપ ડવ તથા સંત્ર સંચાલન નરેન્દ્રસિંહ ઠાકુરએ કરેલ. ત્યારે સત્રના વક્તા અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા એ સાત વર્ષમાં કેન્દ્ર/ રાજય સરકારમાં અંત્યોદય પ્રયત્ન વિષય પર વક્તવ્ય આપતા જણાવેલ કે ગરીબ અને મધ્યમ વર્ગ પરીવારોને મફત અનાજ આપી સરકારે ખરા અર્થમાં અંત્યોદયના મંત્રને સાર્થક ર્ક્યો છે ત્યારે માન. નરેન્દ્રભાઈ મોદીએ સતાના સૂત્રો સંભાળ્યા પછી દેશે ખરા અર્થમાં કરવટ બદલી છે, સવલતો, સુવિધા અને સન્માન દેશના છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે.
આ તકે સત્ર-3 ના અધ્યક્ષ્ા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ પ્રાશંગિક પ્રવચન કરેલ તથા સંચાલન જીતુભાઈ કોઠારીએ કરેલ ત્યારે પ્રદેશ ભાજપ અગ્રણી તથા વક્તા ગૌતમભાઈ ગેડીયા એ કેન્દ્ર સરકારની વિકાસની યોજનાઓ- આપણા પ્રદેશના સંદર્ભમાં વિષય ઉપર વક્તવ્ય આપતા જણાવેલ કે જન-ધન યોજનાથી શરૂ કરી છેલ્લા સાત વર્ષમાં અનેક યોજનાઓ ઘર-ઘર સુધી પહોચાડી પાર્ટીનો કાર્યર્ક્તા વાહક બન્યો છે, એ જ ભાજપની સિધ્ધીઓ છે. ત્યારે વિવિધ યોજનાઓ જેમ કે વીમા અને પેન્શન યોજના, મુદ્રા અને સ્ટાર્ટઅપ યોજનાઓ, સરકારી ઈ- માર્કેટ પ્લસ, ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર, આત્મનિર્ભર ભારતના વિઝન માટે પ્રોત્સાહન, અને અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ થકી આત્મનિર્ભર ભારત થકી આફત ને અવસરમાં બદલવાનુ ભગિરથ કાર્ય નરેન્દ્રભાઈ મોદી કરી રહયા છે.
ેસત્ર-4 ના અધ્યક્ષ્ા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા એ પ્રાશંગિક પ્રવચન કરેલ તથા સત્રનું સંચાલન શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાએ કરેલ. આ તકે સત્રના વક્તા અને પ્રદેશ ભાજપ અગ્રણી હસમુખભાઈ પટેલએ આપણો વિચાર પરીવાર વિષય પર વક્તવ્ય આપતા જણાવેલ કે ભાજપનો કાર્યર્ક્તા રાષ્ટ્રવાદની વિચારાધારાને અભ્યાસ વર્ગના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનુ ભગિરથ કાર્ય પાર્ટી કરી રહી છેે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યર્ક્તાએ હંમેશા જનસેવાની કામગીરી કરતો આવ્યો છે. કાર્યર્ક્તાઓના તપ, ત્યાગ થકી ભાજપા દરરોજ નવા આયામ ઉભા કરી શક્યુ છે.
આ તકે સત્ર-પ ના અધ્યક્ષ્ા રાજયના મંત્રી અરવિંદભાઈ રૈયાણી એ પ્રાશંગિક પ્રવચન કરેલ, તેમજ સત્રનું સંચાલન દિપકભાઈ પનારાએ સંભાળેલ. તેમજ સત્રના વક્તા અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટએ બદલાયેલ પિરસ્થિતિમા ભાજપાનુ દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ વિષય ઉપર વક્તવ્ય આપતા જણાવેલ કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકારમાં દેશના સીમાડાઓ સુરક્ષ્ાીત બન્યા છે, આઝાદી કાળથી કાશ્મીરને દેશથી અલગ કરતી 370 મી અને 3પ-એ ની કલમ નાબૂદ કરી ઐતિહાસિક સિધ્ધી પ્રાપ્ત કરી છે. રામમંદિર નિર્માણનું શ્રેષ્ઠ કાર્ય ભાજપા સરકારના નેતૃત્વમાં સાકાર થઈ રહ્યું છે.
સીદૃી નૃત્યની મોજ માણતા ભાજપના કાર્યકરો: મંત્રી-પ્રમુખે ગીતો લલકાર્યા
રાજકોટ મહાનગર માટે સાસણ ખાતે તા.રર,ર3 અને તા.ર4 ઓકટોબર ખાતે પ્રશિક્ષ્ાણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય પ્રદેશ ભાજપમાંથી વિવિધ વિષયો ઉપર પ્રદેશના નેતાઓ તેમજ પ્રદેશ ભાજપના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન પુરૂં પાડવામાં આવે છે ત્યારે પ્રશિક્ષણ વર્ગના વિવિધ સત્રો સંપન્ન થયા બાદ સાંસ્કૃતીક કાર્યક્રમ તેમજ ગીરના પ્રખ્યાત સીદૃી નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
જેનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયના મંત્રી બ્રીજેશભાઈ મેરજા, અરવીંદભાઈ રૈયાણી,શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો.પ્રદિપભાઈ ડવ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત અગ્રણીઓ તેમજ કાર્યર્ક્તાઓએ લાભ લઈ કાર્યક્રમોની લીજજત માણી હતી.