મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપશે
ભાજપા દ્વારા ગુજરાતની ૧૬૨ નગરપાલિકામાં ભાજપાના ચુંટાયેલા સભ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સહીતના આગેવાનો આ પ્રશિક્ષણ વર્ગમાં માર્ગદર્શન આપશે.
જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે ભાજપાના સુશાશન તથા વિકાસલક્ષી કાર્યશૈલીને પરિણામે ગુજરાતમાં સતત છઠ્ઠી વખત જનતા જનાર્દનના આશીર્વાદથી પ્રજાની સેવા કરવાની તક પ્રાપ્ત થઇ છે. મુખ્યમંત્રી વિજયભાઇ અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇના નેતૃત્વમાં ગુજરાત વિકાસના નવા સોપાનો સર કરી રહ્યું છે. ત્યારે નગરપાલિકાઓના ભાજપાના ચુંટાયેલા સભ્યો પણ આ જનસેવાના કાર્યો અને સુશાશનની કાર્યપ્રણાલીને સુપેરે આગળ વધારી છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોચાડી જનસુખાકારીના કાર્યો આગળ વધારતા રહે તે હેતુથી આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉત્તર ઝોનના જીલ્લાઓ જેવા કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ બનાસકાંઠાની નગરપાલિકાઓમાં ભાજપાના ચુંટાયેલા સભ્યનો પ્રશિક્ષણ વર્ગ તારીખ ૬ઠ્ઠીના રોજ યોજવામાં આવનાર છે.
સૌરાષ્ટ્ર ઝોનના જીલ્લાઓ જેવા કે જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરની નગરપાલિકાઓના ભાજપાના ચુંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ તારીખ ૭મીના રોજ યોજવામાં આવનાર છે.
સૌરાષ્ટ્રઝોનના અન્ય જીલ્લાઓ જેવા રાજકોટ, સુ.નગર, કચ્છ, મોરબી, બોટાદની નગરપાલિકાઓના ભાજપાના ચુંટાયેલા સભ્યોનો પ્રશિક્ષણ વર્ગ તારીખ ૮મીના રોજ યોજવામાં આવનાર છે.