મહિલાઓને પ્રમાણપત્ર અને ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો
દેવભૂમિ દ્વારકાના સુરજકરાડી મુકામે તાજેતરમાં બિનઅનામત વર્ગના ગરીબી રેખા નીચે આવતા મહિલાઓને આપવામાં આવેલ રેકઝીનની બેગો બનાવવાનો તાલીમ વર્ગ પુરો થતા ૩૦ તાલીમાર્થી મહિલાઓમાં મેળવેલ તાલીમના પ્રમાણપત્રો અને ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લાભાર્થી બહેનોને રૂ.૧,૫૦,૦૦૦ના રકમના ચેકોનું વિતરણ માટીકામ કલાકારી દ્વારા ડાયરેકટર સુરેશભાઈ પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઓખા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અનિતાબેન કાપડી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ વર્ગ સુરજકરાડીના અનિતાબેન સંચાલિત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરાવાયો હતો.