લોકસભાના  સ્પીકર ઓમ પ્રકાશ બિરલાના વડપણમાં બેદિવસમાં આઠ સેશનમાં તાલીમ અપાશે

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપ, કોંગ્રેસ, આમઆદમી પાર્ટી અને  અપક્ષના 182 ધારાસભ્યો માટે આગામી 15 અને 16 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય તાલીમ  શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકસભાના  સ્પીકર ઓમ પ્રકાશ બિરલાના વડપણ હેઠળ તાલીમ આપવામાં આવશે.

15મી  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં  ધારાસભ્ય પ્રથમ વખત  ચૂંટાઈ આવ્યા છે. તેઓને ગૃહની કામગીરીથી વાકેફ  કરવા માટે આગામી 15 અને 16 ફેબ્રુઆરીના રોજ બે દિવસીય  તાલીમ શિબીર યોજાશે જેમાં અલગઅલગ આઠ સે  શનમાં લોકસભાના  સ્પીકર ઓમ પ્રકાશ બિરલાના વડપણ  હેઠળની ટીમ તાલીમ આપશે વિધાનસભામાં ગૃહની કાર્યવાહી બાબતે ધારાસભ્યોને પાઠ ભણાવવામાં આવશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ કઈરીતે રજૂઆત કરવી, કયાં સમયે કર્યો મુદો ઉઠાવવો અને નિયમો અંગે માહિતી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.