૧૯૫૦માં વિકસીત થયેલ નિયત ડોગ ટ્રેનિંગથી વિવિધ સ્કીલ મેળવી છે, ૧૮૪૮માં હચિન્સને પોતાની બુકમાં ડોગ પ્રશિક્ષણની વાત કરી હતી, આજે પોલિસ, એરપોર્ટ, રેલ્વે વિગેરે સ્થળોએ સુંદર કાર્યો ડોગ કરે છે, સ્ની ફર તાલિમ મેળવેલ ડોગ ભૂકંપ વખતે કરાયેલા લોકોની શોધ કરે છે
માનવીનો સાથી શ્ર્વાન, પ્રાચિન કાળથી માનવીતેને પાળતો આવ્યો છે. છેલ્લા પ૦ વર્ષોમાં તેમાં નોંધપાત્ર સુધારો થતાં વિવિધ પ્રજાતિના શ્ર્વાન પોતાના ઘરે ફેકટરીએ કે ફાર્મ હાઉસમાં વિગેરે સ્થાનોએ રાખવા માંડયા છે. શ્ર્વાન રાખવો, પાળવો ને તાલિમબઘ્ધ શ્ર્વાન રાખવો આમાં ઘણું બધું અંતર છે.
તમારૂ શ્ર્વાન તમે કહો તેમ કશે એ માટે એને પ્રશિક્ષણ આપવું પડે છે. ૩.૫ મહિનાથી પપી ટ્રેનિંગ શરુ થાય છે. બાદમાં ૮ કે ૯ મહિનાના શ્ર્વાનને ગાર્ડીગ અને પ્રોટેકશનની તાલિમ અપાય છે. રાજકોટમાં છેલ્લા ૧૧ વર્ષથી ડોગ ટ્રેનીંગ આપતા અંજય વાઘેલાએ ‘અબતક’ સાથે વાતચિતમાં જણાવેલ કે મે ર૦૦ થી વધારે શ્ર્વાનને તાલિમ આપી છે. ટ્રેનિંગ આપવામાં રોટ વિલર અને સેંટ બર્નાડ શ્ર્વાન પ્રજાતિ થોડી અઘરી પડે છે. સ્નીફિંગ તાલિમ પોલિસ ડોગને અપાતી હોય છે તો અમો ફાકી, તમાકુ, ઘડિયાલ, ચાવી, લકી જેવી વિવિધ વસ્તુઓ શોધી લાવવાની ટ્રેનિંગ આપીએ છીએ.
ડોગને અપાતી તાલિમમાં માલિકની સાથે ચાલવું, ઊભું રહેવું, બેસવું, હાથ મીલાવવો, નમસ્તે કરવુ, માથુ ટેકાવવું, ચાર પગે બરોબર બેસવું, સુઇ જવુ, આરામ કરવો, પલટી મારવી, આવવું-જવું, દડો પકડવો, ભસવાનું, ચુપ થવું, કુંદવુ, ખાવુ, હુમલો કરવો જેવી વિવિધ સકલ શીખડાવવામાં આવે છે.
સામાન્ય સમાજને ઓબિડયન્સી, માલિકના બચાવ માટે પ્રોટેકશન, સુંઘવાની શકિતને સ્નીફિંગ, હુમલો, રક્ષણ માટે ગાર્ડીંગ, એટેકીંગ તથા વસ્તુ શોધવા માટે ટ્રેકીંગની ડોગને તાલિમ અપાય છે., સામાન્ય રીતે જોઇએ તો જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રીટરીવર, ડોબર મેન, સ્ટીસબુ, હોકસસ્પેનિયલ જેવા ડોગને તાલિમ આપવી ખુબ જ સહેલી પડે છે. અમુક બ્રીડમાં તકલીફ તેના સ્વભાવને કારણે પણ પડે છે તેમ નિષ્ણાંતો જણાવે છે.
ટ્રેનિંગમાં પહેલા બેઝિક તાલિમ ડોગને આપવામાં આવે છે જેમાં આઇ કોન્ટેક, માલીકને ફોલો કરવું, સીટ ડાઉન સ્ટેના કમાન્ડ, સાથે માલિકની ચાલવું જેવી પ્રાથમીક પાયાનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. નાના ટોપ બ્રીડને પણ આજકાલ ડોગ લવર ટ્રેનીંગ આપીને શિસ્ત બઘ્ધ તૈયાર કરે છે. આપણે ત્યાં હજી આઇ.પી. ઓ. ની તાલિમ શરૂ થઇ નથી. વિદેશોમાં અપાય છે. ડોગ-શોમાં કેમ શ્ર્વાનને રહેવું તેની પણ તાલીમ અપાય છે.
બેઝિક બાદ ડોગને એડવાન્સ ટ્રેનીંગમાં બેઝિક ટ્રેનીંગ ઉપરાંત વિવિધ કમાન્ડો જેવા કે સેલ્યુટ, સ્લીપ, રોલ, બાઉ, રીકોલ, વસ્તુ પકડવાની સેક્ધડ કરવું જેથી તાલિમ ડોગને અપાય છે. પોલીસ ડોગ સ્કોડમાં સ્નીફર ડોગ કે અન્ય ચોરી પકડવી, ગુન્હો કરેલ માણસને શોધવો, કપડાં ઉપરથી ઓળખ, ડ્રગ્સ પકડવું, ગુન્હો કરીને ભાગેલા માણસની જગ્યા શોધવી, સાથે એરપોર્ટ કે રેલ્વે સ્ટેશને શંકાસ્પદ વસ્તુઓ શોધવી જેવી વિશિષ્ટ કામગીરી કરે છે.
ટ્રેડીંગ કમાન્ડમાં માણસ સંતાઇ જાય તો શોધવો, તેમ જ પર્સનલ પ્રોટેકશનમાં માલિકનો બચાવ કરવો જેવી તાલિમ પણ ડોગને અપાય છે. ડોગ- શોમાં હેન્ડલરની સાથે ચાલવું, માલિકની સુચનાનો અમલ કરવો તથા વિવિધ હડલ્સમાં કુદવું, નીચે બેસીને ચાલવું, જંમ્પીંગ, વસ્તુ પકડીને પાછી આપવી જેવી તાલિમ પણ ડોગને અપાય છે. માલિક કોઇ વસ્તુનો દુર ઘા કરે તો ડોગ દોડીને તે વસ્તુ માલિકના હાથમાં પરત આપે છે.
ડોગ એજીલીટીમાં પુલ પર બેલેન્સ રાખીને ચાલવું, જંમ્પીંગ કરવું નાની જગ્યામાંથી બેઠા બેઠા બહાર નીકળવું, સુઇ જવાનો ઢોંગ કરવો વિગેરે પ્રશિક્ષણ આપીને શ્ર્વાનને માસ્ટર બનાવાય છે. તમે સુતા હો ને બહારથી અખબાર લાવીને તમને આપે જેવી વિવિધ કરતબો શ્ર્વાન કરે છે. આપણાં લશ્કરમાં શ્ર્વાન હોય છે. ઊંચી પહાડીએથી નીચે જઇને શંકાસ્પદને પકડવો, રાત્રીના બોર્ડર ઉપર હિલચાલ રાખવી જેવા મહત્વના કામો આજે ડોગ કરી રહ્યા છે. અમુક શિકાર કરવા વાળાના ડોગને શિકારની તાલિમ તો પશુપાલનના ધંધાર્થીઓ જનાવરોના રક્ષણ માટે રાખે છે. આ શ્ર્વાન સંપૂર્ણ તાલિમ બઘ્ધ હોય છે. વિદેશોમાં સિનિયર સિટીઝનોને લઇ જવા-મુકવા જેવા કાર્યો પણ આજે શ્ર્વાન કરી રહ્યા છે.
અમુક દેશોમાં તો પવર્તમાન કોરોના મહામારીમાં દર્દીઓ શોધવાનું કામ સ્નીફર ડોગ કરે છે. દુનિયામાં એક માત્ર ‘ચાવ ચાવ’ બ્રીડ એવી છે જેની જીભ કાળી છે. વિદેશના ડોગ ટ્રેનરો તો વિવિધ પ્રજાતિને શ્રેષ્ઠ પ્રશિક્ષણ આપીને તૈયાર કરે છે. ભારતમાં પણ ડોગ ટ્રેનીંગનો ક્રેઝ વઘ્યો છે. તેમને માટે હોસ્ટેલ પણ શરુ થઇ ગઇ છે.
ટ્રેનીંગના વિવિધ મુદ્દા શ્ર્વાન માલિકેપણ જાણવા જરૂરી છે. ડોગ તો બેજાુબાન છે, તે આપણી ભાષા બોલી નથી શકતો પણ સમજી જરૂર શકે છે. ટુકા ટુકા શબ્દો ઝડપથી યાદ રાખી શકે છે. ભોજન, નવડાવો, એકશન, જેમાં ઉઠવું- બેસવુંમાં પણ ટ્રેનીંગની અસર જોવા મળે છે. દરરોજની ડોગની રૂટીંગ ક્રિયા ડોગ ઘરમાં નથી કરતાં તે બહાર જઇને જ કરે છે. ડોગ તમને પ્રેમ કરે છે તો એને પણ પ્રેમ આપો. તમારા ડોગનું જતન કરો તો એ તમારૂ રક્ષણ કરશે.
ડોગ ટ્રેનીંગમાં હંટર સ્ટીક, સીટી, અલ્ટ્રા સોનિક ડિવાઇન જેવા અદ્યતન સાધનો આજકાલ ઉપયોગ કરાય છે. તમારા ડોગનું બે-ત્રણ અક્ષરનું તે વ્યવસ્થિત સાંભળી શકે તેવું રાખવું, તમારા ઘરના નિતી નિયમોથી વાકેફ કરો, એક તેની જગ્યા નકકી કરો, આરામ કરવામા: મદદ કરો, સારૂ કામ કરે તો શાબાશી આપો, સુચનાનું બરોબર પાલન કરાવવા આઇ કોન્ટેક બહુ જ જરૂરી છે.
શ્ર્વાન સાથી એનિમલ હેલ્પ સેન્ટર
રાજકોટ શહેરમાં ૧પ યુવાનોનું ડોગ લવર ગ્રુપ ચાલે છે. જેમાં સ્ટ્રીટ ડોગ બીમાર હોય તો તેની સારવાર કરીને સાચવે છે અને બાદમાં રૂટીંગ થઇ જતા મુકત કરવામાં આવે છે. ઘણા પરિવારો ડોગ પાળીને પછી રાખવા ન માંગતા હોય તો તેવા ડોગ આ ‘શ્ર્વાન સાથી’ ગ્રુપ લઇને યોગ્ય સાચવતા પરિવારને આપીને ફરી તેને નવજીવન આપે છે. શ્ર્વાન પાળ્યો હોય અને બધા જ બહાર ગામ જવાના હોય ત્યારે ‘ડોગ’ ને સાચવવાનું કામ પણ આ શ્ર્વાન પ્રેમી યુવાનો કરે છે. મુખ્યત્વે સ્ટ્રીટ ડોગને પડતી મુશ્કેલીમાં આ ગ્રુપની કામગીરી શ્રેષ્ઠ છે. રાજકોટમાં વિવિધ સેવા કાર્યો થાય છે. ત્યારે ‘શ્ર્વાન સાથી’ ગ્રુપની કામગીરી અનોખીને નોંખી સેવા કરી રહી છે. તેમના ગ્રુપનાં સંચાલક સંજય વાઘેલા છે. મો. નં. ૯૯૨૫૧ ૧૪૧૭૧ ઉપર જરૂરી માર્ગદર્શન તથા વિશેષ માહીતી મેળવી શકો છો.