તહેવારોની મૌસમમાં રેલ્વે તંત્ર દ્વારા મુસાફરોને નવી ભેટ આપવામાં આવી છે હવે રેલ્વેએ ટ્રેન મોડી આવવા પર નવો નીયમ બનાવ્યો છે આ નિયમ અનુસાર જો ટ્રેન તેના નિર્ધારિત સમયથી ત્રણ કલાક મોડી આવે તો ઓનલાઇન ટીકીટ કેન્સલ કરવા પર આપને પુરા રુપિયા પરત મળશે. જ્યારે અત્યાર સુધીઆ સુવિધા કાઉન્ટર ટીકીટ માટે જ ઉપલબ્ધ હતી.
ઓનલાઇન ટીકીટકને પ્રોત્સાહન કરવા આ નિર્ણય લેવાયો હોય તેવુ જણાયુ રહ્યું છે નવા નિયમ અનુસાર ટ્રેન ત્રણ કલાક મોડી થાય તો આપ કેન્સલ કરાવો તો આપના ખાતામાં રુપિયા જમા થઇ જાય છે આ માટે આપે ટીડીઆર ફાઇલ કરવાની રહેશે રેલ્વેએ આ સુવિધા ઓનલાઇન ટીકીટને પ્રોત્સાહન માટે લીધો છે.
રેલ મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું છે કે જલ્દી જ યાત્રીઓ માટે ઓનલાઇન ટીકીટનો રેટમાં છુટ મળશે રેલ મંત્રીના જણાવ્યા અનુસાર સરકાર મર્ચેટ ડીસ્કાઉન્ટ રેટ ( એમડીઆર) ચાર્જને હટાવવાનું વિચારી રહી છે.
જો આ ચાર્જ હટી જાય તો રેલ્વે ટીકીટ સસ્તી થઇ જશે શું છે એનડીઆર ચાર્જ ?
એમડીઆરને મર્ચટ ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે આ ચાર્જને આઇઆરટીસી ઓનલાઇન ટીકીટ પર યાત્રીઓ પાસેથી લે છે. જ્યારે કોઇ યાત્રી આઇઆરસીટીસી દ્વારા આ ટીકીટ બુક કરાવે તો ડેબીટ કે ક્રેડીટ કાર્ડથી ચુકવણી પર ચાર્જ આપવો પડે છે રેલ મંત્રીના જણાવ્યા અનુસાર બેંકોઆ ચાર્જીસ ખતમ કરવાની વાત ચાલી રહી છે. ફ્રીમાં યાત્રા કરવાનો મળશે મોકો
સરકાર ભીમ અને યુપીઆઇ એપનો ઉપયોગ વધારવા ઇચ્છે છે આથી રેલ્વેની નવી ઓફર લાવી છે. આઇઆરટીસી દ્વારા મળેલ જાણકારી અનુસાર આ યોજનાનો લાભ મેળવવા યાત્રીઓએ રેલ્વે ટીક ભીમ એપથી જ બુક કરાવવાની રહેશે ત્યાર બાદ રેલ્વે દ્વારા લક્કી ડ્રો કરવામાં આવશે આ ડ્રોમાં પાંચ વિજેતાઓની મફ્તમાં યાત્રા કરવાનો મોકો મળશે.