જુનાગઢ વહીવટીતંત્ર દ્વારા ૧૨૮૭ શ્રમિકોને એક ખાસ ટ્રેન દ્વારા બિહારના બાકા માદરે વતન તરફ પ્રયાણ કરાવાયું હતુ. હાલ લોકડાઉનના પગલે ખાસ ટ્રેન દ્વારા શ્રમિકોને તેના વતન જવા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના પગલે બિહારના બાકા ટ્રેનમાં ૧૧૨ બાળકો સહિત ૧૨૮૭ શ્રમિકોને માદરે વતન જવાની વ્યવસ્થા કરવામાં આવતા શ્રમિકો ખૂબ જ ખુશ અને ભાવવિભોર બન્યા હતા.

જુનાગઢ જિલ્લામાં વિવિધ કારખાના, એકમોમાં કામ કરતા બિહાર પંથકના શ્રમિકોના સ્થળાંતર માટે કલેકટરના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર, મામલતદાર, તલાટી, સરપંચ, મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના કર્મચારીઓ આરોગ્ય કર્મચારી સહિતનાઓએ સુંદર વ્યવસ્થા કરી, કોરનાં વોરીયર્સ બની સુપેરે કામગીરી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.