વંથલી તાલુકાના ખોરાસામાં ગામે માતા કપડા ધોતી હતી ત્યારે એક 7 વર્ષનું ફુલ સમાન બાળક નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારમાં ઉંડા શોકમાં ગરકાવ થયું છે અને ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.વંથલી તાલુકાના ખોરાસા ગામે રહેતા સંજયભાઈ દુધરેજીયાના પત્ની બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં સાવલી નદીમા ડેમની બાજુમાં કપડાં ધોવા ગયા હતા ત્યારે તેમનો 7 વર્ષનો પુત્ર ઉમેશ ત્યાં રમતો હતો, અને રમતા રમતા નદીમાં જઈ ચડી, નદીના પાણીમાં ડૂબી જતા તત્કાલિક 108 મારફતે મેંદરડા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું.
ખોરાસામાં ગામે માતા કપડા ધોતી માતાની નજર સામે પોતાનું વહાલસોયો 7 વર્ષનો ફુલ સમાન બાળકનું નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજતા, માતા સાવ ભાંગી પડી હતી, પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થયું હતું અને ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી