અબતક, રાજકોટ
જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી પછી અલગતાવાદી તત્વો પાસે હાથ ઘસવા સિવાય કંઈ રહ્યું નથી, ત્યારે ભયનો માહોલ ઉભો કરવા નિર્દોષ નાગરિકો ને નિશાન બનાવવાની આંતકવાદીઓની પેરવી નાબૂદ કરવા જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ વીણીને દેશવિરોધી તત્વો નો ખાતમો બોલાવવાનું શરૂ કરી દીધું હોય તેમ ૨૪ કલાકમાં બે અથડામણમાં નાગરિકોની હત્યામાં સંડોવાયેલા પાંચ હરામી ઓ ઠાર મારવામાં આવ્યા હતા.
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદી પછી દેશ વિરોધી તત્ત્વો હાથ ખસી રહ્યા છે ત્યારે નાગરિકોમાં ભય ઉભો કરવાની પેરવી કરનાર આંતકીઓ પર સેનાની ધોંસ.
જમ્મુ અને કાશ્મીરના કુલગામ માં થયેલી એન્કાઉન્ટરની બે ઘટનામાં પાંચ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, ગોપાલપરા અને પોમ્બે કાશ્મીરમાં આંતક યુ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને સામસામે ગોળીબાર શરૂ થયા હતા જેમાં ગોપાલપુર બોમ્બેમાં 3 પી.આર એફ કમાન્ડર અફાક સિકંદરનું પણ મોત નીપજ્યું હોવાનું જમ્મુ-કાશ્મીરના igp વિજયકુમારે જાહેર કર્યું હતું લશ્કર-એ-તોઈબા સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા આ પાંચેય આંતકવાદીઓ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે,