પ્રેમિકા સાથે મળી મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીકી રહેંસી નાખ્યો: યુવતી સહિત બંનેની ધરપકડ

બોટાદમાં પ્રણય ત્રિકોણ સબંધનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં એક યુવતીને બે યુવાન પ્રેમ કરતા હોય જેમાં એક પ્રેમી સાથે મળી પ્રેમિકાએ મિત્રના હાથે જ મિત્રનું કાસળ કઢાવી નાખતા પંથકમાં ચકચાર મચી ગયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવતી અને તેના પ્રેમીને ઝડપી લીધા હતા.

આ અંગેની બોટાદમાં એક યુવતીને બે યુવકો પ્રેમ કરતા હોવાથી યુવતી અને યુવકે મળીને બીજા યુવકને છરીનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. બોટાદમાં ગઢડા રોડ આનંદધામ સોસાયટી ગેટ નં.૨ ખાતે રહેતા પ્રમોદભાઈ શશીકાંતભાઈ જોષી અને રમઝાન ઉર્ફે બાલો યુસુફભાઈ નિયાતર (રહે.હરણકુઈ) બંને પૂજા મકવાણા જાતે દેવીપૂજકને પ્રેમ કરતા હતા. આ પ્રેમ સબંધને લઈ બંને વચ્ચે વારંવાર બોલાચાલી થતી હતી.

જેનું મન દુઃખ રાખી તા. ૧૪મી ઓક્ટોબરના રોજ સવારે રમઝાન ઉર્ફે બાલા નિયાતરે પ્રમોદભાઈ શશીકાંતભાઇ જોષીને ફોન કરીને હજામની સિન્ડી કટુકીયા શેરીમાં પ્રમોદનાં બંધ મકાન ખાતે બોલાવી રમઝાન ઉર્ફે બાલો યુસુફ નિયાતરે અને પ્રેમિકા પૂજા મકવાણાએ એકલતાનો લાભ લઇ પ્રમોદભાઈ જોષીને છરીનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી બંને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની બોટાદ પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મૃતકને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો.

જે અંગે મૃતકનાં ભાઈ ઉમેશ જોષીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા હું મારો ભાઈ પ્રમોદ તેની પ્રેમિકા પૂજા મકવાણા અને તેનો મિત્ર રમઝાન ઉફ્રે બાલો યુસુફ નિયાતર ભગુડા દર્શન કરવા ગયા હતા અને ત્યાં મારાભાઈ પ્રમોદે પૂજા મકવાણા સાથે માતાજીની સાક્ષીમાં સેથામાં સિંધુર પુરી લગ્ન કર્યા હતા અને પૂજા મકવાણા પાસે રમઝાનને ભાઈમાની રાખડી બંધાવી હતી.

આ બાબતે ત્યાં મારાભાઈ પ્રમોદ, પૂજા અને રમઝાન વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાબાદ સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ ત્યાબાદ બીજા દિવસે રમઝાન નિયાતરે મારાભાઈ પ્રમોદને ફોન કરી બોલાવી હજામની છિંડીમાં આવેલા અમારા જુના બંધ મકાનમાં લઇ જઈ પ્રેમિકા પૂજા મકવાણા અને રમઝાને છરીનાં ઘા મારી મારાભાઈ પ્રમોદની હત્યા કરી હતી.

હજામની છિંડીમાં આવેલ મૃતક પ્રમોદ જોષીનાં જુના મકાનમાં પ્રેમિકા પૂજા મકવાણા છેલ્લા ઘણા સમયથી રહેતી હતી. મૃતક પ્રમોદ જોષીએ ભગુડા ખાતે માતાજીની સાક્ષીમાં પૂજા મકવાણાનાં સેથામાં સિંધુર પુરી લગ્ન કર્યા હતા અને બીજા જ દિવસે બીજા પ્રેમી સાથે મળીને જેને સિંધુર પુરી લગ્ન કર્યા હતા તેને જ છરીનાં ઘા મારી ઠંડે કલેજે હત્યા કરી નાશી છુટ્યા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી યુવતી સહિત પ્રેમીની ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.