• ઉપલેટાના મના વચલા કલારીયા ગામનો બનાવ
  • નાની બહેનનો પગ લપસતા વોકળામાં ખાબકી, મોટી બહેને બચાવવા કૂદકો લગાવ્યો

ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ગામે એક કરુણ બનાવ બનવા પામ્યો છે. પરપ્રાંતિય શ્રમિક પરિવારની બે માસુમ બાળકીઓ રમતા-રમતા વોકળામાં પડી જતાં બંને બાળકીઓના કરુણ મોત નીપજતા શ્રમિક પરિવાર પર દુ:ખનું આભ ફાટ્યું છે.

ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ગામે આવેલા તળાવમાં ખેત મજૂરી કરતા પરપ્રાંતીય મજૂરની બે માસૂમ બાળકીના ડૂબી જતા મોત થયા હતા. બન્ને રમતાં રમતાં તળાવ નજીક ક્યારે પહોંચી ગઇ તેનો પરિવારને ખ્યાલ ન રહ્યો અને અંતે બન્ને બાળકીના મૃતદેહ જ હાથ લાગતાં પરિવાર હીબકે ચડ્યો હતો.બન્ને બાળકીના મૃતદેહને બહાર કાઢી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ગામે ખેત મજૂરી કરવા માટે આવેલા પરપ્રાંતિય મજૂર ખેતી કામમાં વ્યસ્ત હતા ત્યારે 4 વર્ષની શિવાની ઈતારામ સોલંકી તેમજ 2 વર્ષની સુમન ઈતારામ સોલંકી માતા પિતાની નજર ચૂકવીને તળાવ પાસે રમતાં રમતાં પહોંચી ગઇ હતી અને પાણીમાં ડૂબી ગઇ હતી.

ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ પ્રથમ બે વર્ષીય બાળકી સુમનનો પગ લપસી જતાં વોકળામાં ડૂબવા લાગી હતી જેને બચાવવા શિવાનીએ વોકળામાં કૂદકો માર્યો હતો પણ બંને બાળકીઓ ડૂબી જતાં મોત નીપજ્યા હતા.

ઘટના બાદ એકઠા થયેલા લોકોએ બન્નેને બહાર કાઢી તાબડતોબ સિવિલ હોસ્પિટલ ખસેડી હતી જ્યાં ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કરતાં પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા. આ ઘટના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી હોવાથી ઉપલેટા સિવિલ હોસ્પિટલના હાજર મેડિકલ ઓફિસર ડો. એમ.એ. વાળાએ ઘટના અંગે ભાયાવદર પોલીસને જાણ કરતા ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.બી. મજીઠીયા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.