અકસ્માતમાં બે યુવાનોને સામાન્ય ઈજા પહોચતા સારવારમાં ખસેડાયા
ગોંડલ થી ગુંદાળા જતા માગઁ પર બે બાઇક સામસામે અથડાતાં આશાસ્પદ પાટીદાર યુવાન તથાં તેનાં દાદા નાં મોત નિપજ્યાં હતાં.જ્યારે બે વ્યક્તિઓ ને સામાન્ય ઇજા પંહોચી હતી.તહેવારો નાં માહોલ વચ્ચે પરીવાર નાં એક ના એક પુત્ર અને વડીલ સમાં દાદા નાં મોત નિપજતાં પરીવાર હતપ્રત બનવાં પામ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ નંદનવન સોસાયટીમાં રહેતાં કડવાં પટેલ પ્રવિણભાઇ હંસરાજભાઈ વિરપરીયા નાં પિતા હંસરાજભાઈ ઉ.૮૦ તથાં પુત્ર હિતેન ઉ.૩૫ સવારે આઠ નાં સુમારે પ્લેઝર બાઇક મારફત ગરનાળા ગામે આવેલ પોતાની વાડીએ બિયારણ અને જંતુનાશક દવાઓ લઇ જઇ રહયાં હતાં.આ વેળા ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલીયમ પાસે સામે થી ઘસી આવેલાં અન્ય બાઇક સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલ અકસ્માત માં દાદા હંસરાજભાઈ નું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ગંભીર ઇજા સાથે હોસ્પિટલ ખસેડાયેલાં હિતેન ને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજતાં પરીવાર માં કલ્પાંત મચી જવાં પામ્યો હતો.અકસ્માત માં અનિડા નાં પ્રતિક અશ્ર્વીનભાઇ ભાલોડી ઉ.૨૦ તથાં કિશન મનોજભાઈ ભાલોડી ઉ.૧૭ ને સામાન્ય ઇજા પંહોચી હોય સારવાર માં ખસેડાયાં હતાં.આ બન્ને યુવાનો અનિડા થી બાઇક લઇ ગોંડલ આવી રહ્યા હતા. વાહન ઓવરટેક કરવાં જતાં સામે આવી રહેલાં પ્લેઝર સાથે અથડાયા હતાં અકસ્માત માં મોત ને ભેંટેલ હિતેન પરીવાર માં એકનો એક પુત્ર હતો.પરણીત હતો.અને સંતાન માં સાત વષઁ નો પુત્ર હોવાનું જાણવા મળેલ હતું.હિતેન મોટી બજાર માં ઉમીયાજી વાસણ ભંડાર નામે વ્યવસાય કરતો હતો.બહોળો મિત્ર વગઁ ધરાવતાં આશાસ્પદ યુવાન ની અણધારી વિદાય થી શોક ફેલાયો હતો.બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકી નાં જમાદાર રફીકભાઈ એરંડીયા એ તપાસ હાથ ધરી હતી