- ભેંસને બહાર કાઢવા જતાં બંને કિશોરોના મોત નિપજતા માલધારી પરિવારમાં અરેરાટી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બળોલ ગામ ખાતે માલધારી સમાજમાં અરેરાટી ફેલાઈ તેવી ઘટના સામે આવી છે. માલધારી સમાજના બે કિશોર પોતાના ભેંસ લઈ સીમમાં ચરાવવા માટે ગયા હતા. ત્યારે તળાવમાં પાણી જોઈ અને ભેંસો પાણીમાં જતી રહી હતી. તેવા સમયે પાણીમાંથી ભેંસોને કાઢવા જતાં બે સગા ભાઈઓનું ડૂબી જવાથી મોત નીપજતા માલધારી પરિવારમાં અરેરાટી ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ લીંબડીના બળોલ ગામે પોતાના ભેંસ લઈને સીમમાં ગયાં હતા. દરમિયાન ભેંસ તળાવમાં જતી રહેતા બંને ભાઈઓ ભેંસને બહાર કાઢવા તળાવમાં પડ્યા હતા. પરંતુ ભેંસ બહાર આવે પહેલા જ બંને કિશોરો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આસપાસ લના લોકોને જાણકારી મળતાની સાથે જ લોકો દોડી આવ્યા હતા. તળાવની અંદર કલાકો સુધી શોધખોળ કરવા છતાં પણ મૃતદેહ મળી આવ્યા ન હતા. જે બાદ મહામહેનતે તરવૈયાઓ એ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બંને યુવાનના મૃતદેહ બહાર કાઢી હાલમાં પોસ્ટમોર્ટમ માટે બગોદરા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે અને આ અંગેની જાણકારી મળતા લીમડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી રહી છે.
બંને મૃતકો કિશોરની ઓળખ હર્ષદ બચુભાઈ ડાંગર(ઉ.વ.15) અને પ્રવીણ ડાંગર (ઉ.વ.13)તરીકે કરવામાં આવી છે માલધારી સમાજમાં આ ઘટનાને લઇ શોકની લાગણી છવાઈ જવા પામી છે.