• સ્કોર્પિયો કાર ટ્રકની પાછળ ઘુસી જતાં 18 માસની બાળકી, હેલ્થ ઓફિસરનું પણ મોત

રાજસ્થાનણાં બિકાનેર પાસે કરુણાંતિકા સર્જાઈ છે. રોડ અકસ્માતમાં તબીબી દંપતી સહીત 5 ગુજરાતીઓના મોતથી અરેરાટી મચી છે. કાશ્મીરથી પરત ફરતી વેળાએ સ્કોર્પિયો કાર ટ્રકમાં ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 18 માસની એક બાળકીનું પણ કરુણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર રાજસ્થાનના બિકાનેરમાં નોખાના રાસીસર પાસે ભારતમાલા રોડ પર આ અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત ભારતમાલા એક્સપ્રેસ વે પર સર્જાયો હતો. રાસીસર પાસે ઉભેલા ટ્રક સાથે સ્કોર્પિયો અથડાઈ હતી. તમામ મૃતકો ગુજરાતના માંડવીના હોવાનું સામે આવ્યું છે.

Tragedy: Five Gujaratis, including a doctor couple, tragically died in a road accident near Bikaner, Rajasthan.
Tragedy: Five Gujaratis, including a doctor couple, tragically died in a road accident near Bikaner, Rajasthan.

બિકાનેરથી એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની પ્રાથમિક ઓળખ મુજબ ડૉ. પ્રતીક તેમની પત્ની હેતલબેન, 18 માસની બાળકી તેમજ હેલ્થ ઓફિસર પૂજા કર્મકાસવા અને તેમના પતિનું મોત નીપજ્યું છે. આ અકસ્માત ભારતમાલા એક્સપ્રેસ વે પર થયો હતો. રાસીસર પાસે ઉભેલી ટ્રક સાથે સ્કોર્પિયો અથડાઈ હતી.

કારમાં મુસાફરી કરી રહેલા ગુજરાતના રહેવાસી ડૉ. પ્રતિક અને તેમની પત્ની, બાળકી, હેલ્થ ઓફિસર અને તેમના પતિનું પણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં 18 મહિનાની બાળકીનું પણ મોત થયું હતું. મૃતકોના મૃતદેહને નોખા ખાતે લાવવામાં આવ્યા હતા.

મૃતકો ગુજરાતના માંડવી વિસ્તારના હોવાનું કહેવાય છે. મૃતદેહોને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનોનો સંપર્ક કર્યો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા. અકસ્માતગ્રસ્ત વાહનની હાલત જોઈને પ્રત્યક્ષદર્શીઓની આત્મા પણ કંપી ઉઠી હતી.

Tragedy: Five Gujaratis, including a doctor couple, tragically died in a road accident near Bikaner, Rajasthan.
Tragedy: Five Gujaratis, including a doctor couple, tragically died in a road accident near Bikaner, Rajasthan.

ગુજરાતના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. પૂજા કર્મકસ્થ અને તેમના પતિ કરમકૃષ્ણનું પણ એક જ વાહનમાં મુસાફરી દરમિયાન મૃત્યુ થયું હતું. બીકાનેરના એસપી તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતકોના મૃતદેહને નોખા જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. પ્રશાસને મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. એસપી ગૌતમે જણાવ્યું કે, ટ્રક અને સ્કોર્પિયો વાહન વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા.

તમામ લોકો ગુજરાતના રહેવાસી છે. ટક્કર એટલી જોરદાર હતી કે અડધું વાહન ટ્રકની નીચે દબાઈ ગયું હતું. નજીકના લોકોએ ભારે મુશ્કેલીથી લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતના કારણે નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. તમામ મૃતકો ગુજરાતમાંથી પહેલગાંવ કાશ્મીર ફરવા ગયા હતા અને પરત ફરતી વખતે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.