મોરબીમાં ચાર દિવસ પૂર્વે બનેલી ઘટનામાં બે પરિવારે સામસામે ફરિયાદ નોંધાવી હતી: પાંચ સામે હત્યાનો નોંધાતો ગુનો: બંને ધરપકડ
મોરબીનાં પ્રેમજીનગરમાં ફાકીના પૈસાના પ્રશ્ર્ને બે પરિવાર વચ્ચે ચાર દિવસ પૂર્વે ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષના ત્રણ ત્રણ લોકો ઘવાતા તેને સારવાર માં ખસેડવામાં આવ્યા હતા અને બંને પરિવારે સામસામે ફરિયાદ નોંધાવી હતી જેમાં કરીયાણાના વેપારી ગુલાબભાઈ શેખવાનું સારવારમાં મોત નિપજતા પોલીસે પાંચ સામે હત્યાનો ગુનો નોાંધી બે શખ્સોની ધરપકડ કરી છે.
મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગર ગામમાં ગત ગુરુવારે રાત્રીના મવાના પૈસા બાબતે માથાકૂટ થતા તલવાર અને ધોકા વડે મારામારીનો બનાવ સામે આવ્યો હતો જે પ્રકરણમાં ઇજાગ્રસ્ત યુવાનોમાંથી એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેને પગલે મામલો હત્યામાં પલટાયો છે. મોરબીના પ્રેમજીનગર ગામમાં રહેતા અને દુકાન ચલાવતા ગુલાબભાઈ પાસે બે દિવસ પહેલા તે જ ગામમાં રહેતા 5 આરોપીઓમાંથી એક આરોપીએ ઉધારમાં માવો લીધો હતો આથી દુકાનદારે બાકી રૂપિયાની ઉઘરાણી કરતા આરોપીએ પિત્તો ગુમાવ્યો હતો અને તલવાર, છરી, ધોકા વડે જીવલેણ ધીંગાણું ખેલાયું હતું.
જેમાં આરોપીઓ કાંતાબેન ચુનીલાલ વધોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજી વઘોરા અને હસું મોહન વઘોરા, રહે. બધા પ્રેમજી નગર વાળાએ એકસંપ કરીને દુકાનદાર ગુલાબભાઈ પર કરાયેલા હુમલામા ગુલાબભાઈ અને જયેશ ભાઈ તેમજ સુનિલભાઈ એમ ત્રણ યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં સારવાર હેઠળ રહેલા ઈજાગ્રસ્ત 3 યુવાનોમાંથી ગુલાબભાઈ શેખવા(ઉ.વ.23) નું આજે સારવાર દરમિયાન મોત નોપજ્યું હોવાનું ફરજ પરના ડોકટરે જાહેર કર્યું હતું. મોતને પગલે આ બનાવ હત્યામાં પલટાયો છે
જેથી પોલીસે મોહન રવજી વાઘોરા અને હસુ મોહન વઘોરાની ધરપકડ કરી છષ અને કાંતા ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા અને રાકેશ ચુનીલાલ વઘોરાની શોધખોળ હાથ ધરી છે.