સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકામાં તો કોઈ દિન પ્રતિદિન ઠંડીનો ચમકારો વધુને વધુ થવા લાગ્યો છે અને જેના કારણે રોડ રસ્તાઓને મકાનોની આજુબાજુમાં પણ દિવસ દરમિયાન પણ સુમસામ રહેતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામ ખાતે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવા માટે જુદા જુદા મકાનના માલિકો બહારગામ ગયા હોવાના કારણે એક સાથે બે વિસ્તારમાં સાત મકાનોના તાળા તૂટ્યા છે
સોના-ચાંદીના ધરેણા અને રોકડની ચોરી: પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ
જેમાં એક લાખની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાઓ ચોરાયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે આ અંગેની જાણકારી મળતા થાનગઢ પોલીસ તમામ જગ્યાએ તાત્કાલિક અસરે દોડી ગઈ છે
થાનગઢ ગામ ખાતે સાત મકાનના તાળા તૂટ્યા 1,00,000 રોકડ
અને સોના ચાંદીના દાગીનાઓ ચોરાયા આવવાની ફરિયાદ
ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં લાખા મચી રોડ પાસે તેમજ ખોડીયાર મંદિર પાસે મળી અને સાત મકાનોના તાળા તૂટ્યા છે જેમાં મકાનોમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે અને મકાનોમાં થી રૂપિયા એક લાખ રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણા મળી અને મોટી માત્રામાં તસ્કરો તસ્કરી કરી ગયા હોવાની જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આ ઘટનાની જાણ થતા ની સાથે જ થાનગઢ પોલીસ ઘટનાસ્થળ ઉપર પોલીસ કાપલા સાથે દોડી ગઈ છે અને ફરિયાદ નોંધવા માટેની હાલમાં તજવી જાત ધરાઈ રહી છે