લાંચ લીધાનો વીડિયો વાયરલ થતા જેસીપી સિધ્ધાર્થ ખત્રીએ સસ્પેન્ડ કરી ટ્રાફિક કોન્સ્ટેબલની ખાતાકીય તપાસ
ટ્રાફિક નિયમનમાં ટ્રાફિક પોલીસને મદદપ થવા ટ્રાફિક વોર્ડન ભરતી કરાયા બાદ ટ્રાફિક વોર્ડન વાહન ચાલકો પાસેથી ઉઘરાણું કરતા હોવાની અવાર નવાર ફરિયાદ ઉઠી છે ત્યારે ગઇકાલે માલવીયા ચોકમાં ટ્રાફિક વોર્ડન રૂ.૨ હજારની લાંચ લેતો હોવાનો વીડિયો વાયરલ થતા જેસીપી સિધ્ધાર્થ ખત્રી ટ્રાફિક વોર્ડનને સસ્પેન્ડ કરી ત્યાં હાજર ટ્રાફિકના કોન્સ્ટેબલ વિધ્ધ ખાતાકીય તપાસ સોપતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
માલવીયા ચોકમાં ટ્રાફિક વોર્ડન વાહન ચાલક પાસેથી રૂ.૨ હજારની લાંચ લેતો હોવાનો વીડિયો વાયરલ થયાનું જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીના ધ્યાને આવતા વીડિયોના આધારે ટ્રાફિક વોર્ડન શકીલ કુરેશીને શોધી કાઢયો હતો અને તેને તાકીદની અસરથી રાતે જ સસ્પેન્ડ કર્યો હતો. એટલું જ નહી માલવીયા ચોકમાં ગઇકાલે હાજર ટ્રાફિકના કોન્સ્ટેબલની ખાતાકીય ઇન્કવાયરીના આદેશ આપ્યા છે.
જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ ટ્રાફિક વોર્ડને ટ્રાફિકના નિયમના ભંગ અંગેના કેસ કરવાના કે દંડ વસુલ કરવાની સતા ન હોવા છતાં રકમ લીધી એટલે તે લાંચ જ હોય તેમ ગણાવવામાં આવી રહ્યું છે. ટ્રાફિક વોર્ડનનો લાંચ લેતો વીડિયો રેકોર્ડીંગ કરનાર જાગૃત નાગરિકને બીરદાવી ટ્રાફિક વોર્ડન કોઇ પાસેથી દંડના નામે રકમ લેતો હોય તો પોલીસના ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર મુકવા અનુરોધ કર્યો છે.
જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રીએ પોતાની ચેમ્બરમાં સમગ્ર શહેરના ચોકનું વીડિયો રેકોર્ડીંગ જોઇ શકાય અને કયાં ટ્રાફિક જામ થયો છે તેનું ચેમ્બરમાં બેસી નિરિક્ષણ કરી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહે છે.