Abtak Media Google News
રાજકોટ ન્યુઝ : ભારે વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના પાંચ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે (ઓવર ટોપિંગ) તેમજ કોઝ વે ડેમેજ થયા છે. જેના લીધે આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ થયો છે.
rain in Rajkot : Latest news and update on rain in Rajkot
આર. એન્ડ બી. પંચાયતની યાદીમાં જણાવ્યા મુજબ 
1. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો મેરવદર-વડાળા રોડ કોઝવે ડેમેજ થવાથી બંધ કરાયો છે. જેનાથી મેરવદર ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. જેના વિકલ્પમાં ગણોદ તણસવા મેરવદર રોડ શરૂ કરાયો છે. આ રોડનું રિપેરિંગ કરીને ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
2. ઉપલેટા તાલુકાનો પાનેલી-સાતવડી રોડ માઈનોર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પરથી પાણી પસાર થતું હોવાથી બંધ થયો છે. જેનાથી સાતવડી ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. આ માર્ગ પાણી ઉતર્યા બાદ રોડ ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
3. ઉપલેટા તાલુકાનો ગઢાળા એપ્રોચ રોડ કોઝ વે ડેમેજ થવાના લીધે બંધ થયો છે. જેનાથી ગઢાળા ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. આ રોડ સામે ગઢાળા-કેરાળા રોડ શરૂ કરાયો છે. રિપેરિંગ કરીને આ રોડ ટ્રાફિક માટે શરૂ કરવાામાં આવશે.
4. ધોરાજી તાલુકાનો છત્રાસા-વંથલી રોડ અતિભારે વરસાદના લીધે નદીમાં પૂર આવતા કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવાથી બંધ થયો છે. જેનાથી છત્રાસા ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. આ માર્ગ પાણી ઓસર્યા બાદ રસ્તો તુરંત શરૂ કરાશે.
5. ધોરાજી તાલુકાનો છત્રાસા-ઝાપોદડ રોડ કોઝ વે પર પાણી ફરી વળતાં તેમજ કોઝ વે ડેમેજ થવાથી બંધ થયો છે. આ રોડ પાણી ઓસર્યા બાદ રોડની મરામત કરીને ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.