- મ્યુનિ.ના હીટ એકશન પ્લાન અંતર્ગત શહેરના 70 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા નિર્ણય કરાયો છે
- AMC દ્વારા NGO, બિલ્ડર્સ સાથે સહયોગ કરીને શહેરમાં 600થી વધુ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે
- BRTS-AMTS ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામા આવી છે
હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં લોકો અનેક પ્રકારની વ્યવસ્થા કરતાં હોય છે. અમદાવાદમાં વધતી જતી કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈને AMC દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ દરમિયાન અમદાવાદ AMC દ્વારા હીટ એકશન પ્લાન અંતર્ગત શહેરના 70 ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા નિર્ણય કરાયો છે. મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં હીટ રીલેટેડ કેસના દર્દીઓને સારવાર આપવા અનોખી વ્યવસ્થા કરાઈ છે.
અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં વધારો થતા AMC દ્વારા હીટ એકશન પ્લાન સંદર્ભમાં મેયરની અધ્યક્ષતામાં વિવિધ સ્વૈચ્છીક સંસ્થા,એસોશિએશનની બેઠક મળી હતી. અમદાવાદ મ્યુનિ.તરફથી તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, AMTS તથા BRTS બસ સ્ટોપ ખાતે પીવાના પાણી, ઓ.આર.એસ.ના પેકેટની વ્યવસ્થા કરાઈ છે. AMC દ્વારા શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. શહેરના 70 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી બંધ રાખવા અંગે નિર્ણય કરાયો છે. બપોરના સમયે ગરમીનુ પ્રમાણ વધુ હોવાથી સરળતાથી વાહન ચાલકો અવરજવર કરી શકે એ માટે ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે. શહેરના વિવિધ વિસ્તારોમાં 600 જેટલી પીવાના પાણીની પરબ શરુ કરવામાં આવી છે.
અમદાવાદમાં વધતી જતી કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈને AMC દ્વારા હીટ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. AMC દ્વારા શહેરીજનોને ધોમધખતી ગરમીથી રાહત આપવા માટે હીટ એક્શન પ્લાન અંતર્ગત પગલાં લેવામાં આવી રહ્યા છે. AMC દ્વારા NGO, બિલ્ડર્સ સાથે સહયોગ કરીને શહેરમાં 600થી વધુ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે.
ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને શહેરના સમયે બંધ કરવામાં આવ્યા છે, તથા મ્યુનિસિપલ સ્કૂલોના સમયમાં ફેરફાર કરી દર દોઢ કલાકે વોટર બેલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલ તથા CHCમાં હીટ રિલેટેડ દર્દીઓ માટે પણ અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે.
મેયરના અધ્યક્ષ સ્થાને હિટવેટ એક્શન પ્લાન અંગે યોજાયેલી બેઠકમાં 100થી વધુ સંસ્થાઓના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. મેયર કર્મચારીઓને વહેલી સવારે અને સાંજે કામગીરી કરાવવા બિલ્ડર્સને અપીલ કરી હતી. પાણીની પરબો કે અન્ય રીતે નગરજનો માટે વ્યવસ્થા કરવા માંગતી NGOને સહકાર આપવા અધિકારીઓને સુચના આપી હતી.
આ દરમિયાન મહત્ત્વનું એ છે કે, NGO, બિલ્ડર્સની મદદથી દરેક વોર્ડમાં 25 જેટલી પાણીની પરબો મદદથી શરૂ કરવી જોઈએ. UHC ખાતેથી સામાજિક સંસ્થાઓને ORSનાં પેકેટસ વિના મૂલ્યે પૂરા પાડવામાં આવશે. BRTS-AMTS ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામા આવી છે.