બદલતા સમયના યુગમાં,
ઝડપ છે સૌ કોઈનો વિકલ્પ
માર્ગ પર ચલાવું વાહનને અહીયા સૌને
નથી અનુસરવા નિયમ અહિયા કોઈને
મનમાં છે હવે માત્ર સૌને એક લક્ષ્ય
ચલાવવી ગાડી બીજાથી આગળ
ભૂલી સૌ ચાલે નિયમો પાછળ.
કેમેરાની હોય રસ્તા પર સતત નજર
લોકો તોએ ચાલે હેલ્મેટ અને સીટબેલ્ટ વગર
ખબર હોય છે “ઝડપ છે મોતની સજા”
પણ સૌ કોઈ ક્યાં સમજે અહિયા
સરળતા માટે ખરીદે વાહન સૌ કોઈ
આનંદમાં ભૂલી ચાલે નિયમ સૌ કોઈ
પછી કતારોમાં ઊભા રહી ભારે મેમો-ચલણ.
અટકાવે જ્યારે પોલીસ માર્ગે ક્યારેક
તરત પૂછે ? બતાવો વીમો,પિયુસી,લાયસન્સ
લોકો કાઢે બહાના અવનવા દરરોજ
કહે, ચલાવીલોને આજે ઉતાવળ મારે
કાલ જરૂર યાદ રાખી લાવીશું અમે.
ટ્રાફિકના નિયમો અનુસાર ચાલવું
સાથે રાખવા લાયસન્સ,વીમો, પિયુસી
કારણ,
લાયસન્સ બતાવવાથી થાય ચલાવનારની ઓળખ
પિયુસીથી થાય પ્રદૂષણની માપણી
વીમાથી થાય જીવનની સલામતી.