જીલ્લા કક્ષાના પ્રદર્શન માટે પસંદગી રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ જીલ્લામાંથી વિઘાર્થીઓ દ્વારા મોડેલ ખુલ્લા મુકાયા

ભારત સરકાર દ્વારા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે ઇન્સ્પાયર એવોર્ડ માનાંક ની યોજના ચાલુ છે. આ યોજના અન્વયે પડધરી તાલુકાની સરપદડ સી.આર.સી. ની શાળાઓના વિઘાર્થીઓએ પોતાનું વૈજ્ઞાનિક મોડેલ તૈયાર કરીને તેને ઓનલાઇન દરખાસ્ત મોકલેલ હતી. તે પૈકી સરપદડ સી.આર.સી. ની સરપદડ કન્યા તાલુકા શાળાની કૃતિની પસંદગી કરવામાં આવેલ છે. આ પસંદગી પામેલ વિઘાર્થી અને શાળાને રૂ.૧૦ હજાર જેટલી રકમ પ્રોત્સાહન ઇનામ રુપે આપવામાં આવે છે. ત્યારે સરપદડ કન્યા તાલુકા શાળાની વિઘાર્થીની પરમાર ઉર્વીશી ધો.૭ અને પરમાર ઝરણા ધો.૮ દ્વારા તેમના વિજ્ઞાન શિક્ષક જગદીશભાઇ રામાનુજના માર્ગદર્શન હેઠળ વર્તમાન સમયમાં ઝટીલ બની રહેલી ટ્રાફીકની સમસ્યાના નિવારણ માટે ટ્રાન્સીટ એલીવેટેડ બસનું મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે.

INSPIRE AWARD SARAPDAD KANYA 4

આ મોડેલ દ્વારા બસ ટ્રાફીકમાં નડતર રુપ નહી થાય અને સરળતાથી તેની નીચેની અન્ય વાહનો પસાર થઇ શકશે તેવી રચના બનાવવામાં આવી છે. જેથી કરીને ટ્રાફીકની સમસ્યાને ઘણા ખરી રીતે હળવી કરી શકાય છે. આ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલ મોડેલને તા. ૪-૧-૧૯ ના રોજ  રાજકોટ ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજકોટ દ્વારા આયોજીત જીલ્લા કક્ષાના પ્રર્દશનમાં આનંદનગર  કોમ્યુનીટી હોલ, બોલબાલા માર્ગ, રાજકોટ ખાતે રજુ કરવામાં આવ્યું છે. આ જીલ્લા કક્ષાના પ્રદર્શનનું રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જીલ્લામાંથી વિઘાર્થીઓ દ્વારા તૈયાર કરેલા મોડેલ્સ ખુલ્લા મુકવામાં આવ્યા છે.

પડધરી તાલુકની સરપદડ સી.આર.સી.ની સરપદડ ક્ધયા તાલુકા શાળાની આ બાળ વૈજ્ઞાનિક વિઘાર્થીનીઓ અને તેમના માર્ગદર્શન શિક્ષકને જે.અને.બોડા, સી.આર.સી. કો.ઓડીનેટર નિતીન બદુકિયા, તાલુકાના બી.આર.સી. કો. ઓડીનેટર ડો. પ્રવીણ ચૌહાણ અને તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી પી.જે. કેરાળીયા તથા પડધરી તાલુકા પ્રાથમીક શિક્ષક સંઘના સદસ્ય એચ.આર. ઝાલા તેમજ સી.આર.સી.ના તમામ શિક્ષણગણે શુભેચ્છાઓ પાઠવીને તેમના પ્રોત્સાહનમાં વધારો કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.