ભાટીયામાં ટ્રાફિકની સમસ્યાની રજુઆતો અન્ય વૈકલ્પિક રસ્તે દોડાવા જોયે તે ટ્રકો પણ ભાટીયાની ધમધમતી બજારો વચ્ચેથી નીકળે છે પરંતુ તંત્ર કાઈ જ બોલવા, કરવા તૈયાર નથી. તાજેતરમાં બેફિકરાઈથી ચલાવતા એક ટ્રકે એક માસુમ વિદ્યાર્થીને ટકકર મારતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજેલ ને જેના પ્રત્યાઘાતો ગ્રામજનોમાં પડેલને તંત્રને લેખિતમાં આપેલ કે ભારે વાહનો ભાટીયા ગામ બહારથી દોડાવો જેને આજ ત્રણ મહિના જેટલો સમય વીતી ગયો પરંતુ તંત્ર કાયજ કરવા તૈયાર નથી.
ભાટીયાના એક જાગૃત નાગરિક દ્વારા તાજેતરમાં જ કલેકટર દેવભૂમિ દ્વારકા, સાંસદ, ધારાસભ્ય, મામલતદારને લેખિતમાં આપેલ કે હાલ ભાટીયાની વસ્તી, ટ્રાફિક તેમજ ચાહલ તેમજ જામકલ્યાણપુર તાલુકાને હાઈવેને જોડતું સેન્ટર હોય જેના કારણે બહાર ગામોથી હાઈવે જતા આવતા ભારે વાહનો કે જેને ભાટીયા સાથે કોઈ જ કનેકશન ના હોય માત્ર ભાટીયામાંથી પસાર થવાનું હોય જેના કારણે પણ ભાટીયામાં ખોટો ટ્રાફિક થતો હોય તો જામ કલ્યાણપુર રોડથી ભાટીયા હાઈવે બાયપાસ રોડ બનવાની માંગ કરેલ પરંતુ તેમાં પણ કોઈ અસરકારક કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. આમ જોવા જઈએ તો તંત્ર શું કરવા તૈયાર છે એજ ખબર નથી પડતી.