શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા મામલે પોલીસ અને મહાપાલિકા તથા નાગરિકોના પ્રતિસાદ લેતુ ‘અબતક’
રસ્તે ચાલતા માણસને રસ્તો ક્રોસ કરતાંય સવારથી સાંજ પડી જાય એટલો ગીચ ટ્રાફિક એ રાજકોટની પરિસ્થિતિ છે. એમાંયે વધતા વાહન કરતાંયે વધારે આડેધડ પાર્કિંગ કરતા વાહનો અને બેદરકારીથી કે જાણી જોઈને કરાતા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને કારણે વિકટ બનતી ટ્રાફિકની પરિસ્થિતિની સમસ્યાઓના ઉકેલ માટે ‘અબતક’ દ્વારા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને એસીપી ટ્રાફિક પોલીસ જે.કે.ઝાલા તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
અનુપમસિંહ ગેહલોતે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની અંદર ૯-૧૦ લાખ સૌથી વધુ વ્હીકલ હોવાથી ટ્રાફિક થાય છે. સૌરાષ્ટ્રનું કેન્દ્ર હોવાથી અવર-જવર પણ વધુ રહે છે. તેથી ટ્રાફિકની સમસ્યા થાય છે. કોર્પોરેશન અને પોલીસ દ્વારા નો પાર્કીંગ ઝોન એરિયા, લાઈન માર્કિંગની કામગીરીના પણ ડિસીજન થવાના છે. કોર્પોરેશન દ્વારા ૪૫ જગ્યાએ સિગ્નલ માટે પણ ટેન્ડર બહાર પાડવામાં આવશે.
૧૭૦, ટ્રાફિક બ્રિગેડ અને ૧૪૦ ટ્રાફિક પોલીસની પણ ભરતી કરવામાં આવશે અને કોર્પોરેશનની જગ્યામાં પાર્કીંગ પ્લોટ બનાવાશે. ૪ જેટલા એડિશન વાહનો વસાવવામાં આવશે. સીસીટીવી કેમેરા, ટ્રાફિક પોલીસના સ્ટેન્ડ, સિગ્નલ પાર્કિંગની જગ્યા કોર્પોરેશન/પોલીસનાં ટોપ ઉપર છે. ફોર વ્હીલ માટે ૫૦૦, ટુવ્હીલ માટે ૧૦૦ જેટલો ચાર્જ લેવામાં આવે છે પરંતુ પૈસા લઈએ સોલ્યુશન નથી પરંતુ કોર્પોરેશન પોલીસ અને લોકો ત્રણેયનું કોડીનેશન જ‚રી છે. લોકોને મારી પણ વિનંતી છે કે વાહન વ્યવસ્થિત પાર્ક કરવા જોઈએ. જેથી તમે જોશો કે ટુંક સમયમાં આપણે સારું રીઝલ્ટ મળશે.
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટની ટ્રાફિક સમસ્યાઓ માટે અમે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે. લાંબાગાળાના ભાગ‚પે સર્વેશ્ર્વર ચોક, રેસકોર્સ અને રૈયામાં મલ્ટીસ્ટોરી પાર્કિંગ માટેનું પ્લાનીંગ ચાલુ કરી દીધું છે. મીડિયમ પ્લાનિંગમાં આખા શહેરના ઓવરબ્રીજ અને અંડરબ્રીજના તથા રેલવેને ફાટક મુકત કરવા આયોજન કર્યું છે.
સાઢિયાપુલ તથા લક્ષ્મીનગરમાં વિસ્તૃતિકરણ કરવામાં આવશે. શહેરના ૧૦ પે એન્ડ પાર્ક સ્ટેશન હતા. જેને વધારીને ૨૦ જેટલા કરી દેવામાં આવશે. રાજકોટ શહેરમાં ટુંકાગાળામાં ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા દરેક ચોકમાં ટ્રાફિક લાઈટ લગાડવામાં આવશે. આ વખતે રાજકોટ શહેર પોલીસ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. રાજમાર્ગો ઉપર કોઈપણ વાહન પાર્ક ના થાય એના માટે લોકોને સાવચેત કરવામાં આવશે તેમ છતાં પાર્કિંગ થશે તો દંડાત્મક પગલા લેવામાં આવશે. અત્યારે શોર્ટ ટર્મ પ્લાન તરીકે દરેક અઠવાડિયે એક રોડ પસંદ કરવામાં આવે છે અને ટ્રાફિકને અડચણ‚પ થતા તમામને તોડી પાડવામાં આવે છે અને તેનું ડિમોલેશન કરવામાં આવે છે. જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં.
અબતક સાથેની વાતચીતમાં એસીપી જે.કે.ઝાલાએ જણાવ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. તેનું કારણ લોકોની પરચેસિંગ પાવરમાં વધારો થયો છે. દરેક ઘરમાં પર્સનલ વાહન હોય છે. તેથી ટ્રાફિકની સમસ્યા થાય છે. લાયસન્સ આપતી વખતે નિયમો શિખવાડવામાં આવે છે. તેનું નૈતિક જવાબદારી સમજીને પાલન કરે તો ટ્રાફિક સમસ્યા ઘટાડી શકાય. કોમર્શિયલ બિલ્ડીંગમાં મંજુરી વખતે પાર્કિંગ બતાવેલું હોય છે.
મજુરી મળ્યા બાદ તેનો હેતુ ફેરવી પાર્કિંગની અંદર કંઈક બીજુ જ બનાવી નાખે છે અને કોર્પોરેશનને જાણ કરી છે અને હમણા એક બે ટ્રાયલ કરીને બેઝમેન્ટનને ખુલ્લા કરવામાં આવ્યા છે. રોડની સાઈડમાં યેલો કલરની પાકિર્ંગ લાઈન બનાવવામાં આવી છે તો લોકો તેની બાર બીજી લાઈનમાં પણ પાર્કિંગ કરે છે તો તેવા કિસ્સામાં ટુ-વ્હીલરને અને ફોર-વ્હીલરને ટ્રોલ કરવામાં આવે છે. ટુ-વ્હીલર માટે ૪ ટ્રોલી અને ફોર વ્હીલર માટે એક ક્રેઈન છે અને બીજી પાસ થઈ ગઈ છે. લોકો નિયમનું પાલન કરતા નથી તેથી ટ્રાફિક સર્જાય છે. નિયમ બીજા માટે જ ગણે છે તેથી આપણા દ્વારા જ ટ્રાફિક સમસ્યા ઉભી કરવામાં આવી છે બને ત્યાં સુધી બીઆરટીએસ અને સીટી બસનો ઉપયોગ કરવો જોઈએ અને એક વ્યકિતને જવું હોય તો ફોર વ્હીલ કરતા ટુ વ્હીલરનો ઉપયોગ કરવો જોઈએ. તેથી પણ ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન વિરાણી ચોકમાં સાયકલ પંચરના દુકાનદારે જણાવ્યું કે, અહીંયા વિરાણી ચોકમાં ટ્રાફિકની સમસ્યા ખુબ જ રહે છે. અહિંયા દરરોજ એક-બે નાના એકિસડન્ટ થાય છે. ટ્રાફિક પોલીસ પોતાની ફરજ બજાવે છે પરંતુ તો પણ બપોરે અને સાંજના સમયે ટ્રાફિક જામ થઈ જાય છે બપોરે ૧૨ થી ૧ વચ્ચે ટ્રાફિક વધુ હોય છે અને સાંજે ૫ થી ૬:૩૦ સુધી ટ્રાફિક જામ થઈ જાય છે. એકનો પાર્કિંગની જગ્યાએ લોકો પોતાના વાહનો મુકી જતા રહે છે તે એક વધુ સમસ્યા છે.
અબતક સાથેની વાતચીત દરમિયાન કરશનદાસ કાનાબારે જણાવ્યું કે, અહીંયા જયુબેલી ગાર્ડન પાસે તેમની દુકાન છે. આપણા રાજકોટની જનતા જ સમજતી નથી કે જાહેર હાઈવે રોડ ઉપર વાહન ચલાવતા અચાનક વાહન ઉભા રાખી દે છે અને જેમ આવે તેમ વર્તન કરતા હોય છે. ટ્રાફિક પોલીસની અંદર તે રીતે ટ્રાફિક સિગ્નલમાં પણ એમ અને વાહનોને ગમે તે જગ્યાએ ગમે ત્યાં પાર્ક કરી દે છે.
આ બાબતમાં કોઈ આગળ પગલા લેતુ નથી અને માણસો જેમ ફાવે તેમ વાહનો પાર્ક કરે છે. આ જયુબેલી ગાર્ડનને કહેવાય છે કે રોડ ઉપર મોરબી રોડ, કુવાડવા રોડ અને જામનગર રોડના તમામ વાહનો અહીંથી પસાર થાય છે. આ માટે પોલીસ સક્રિય ભાગ લઈને આગળ વધી ટ્રાફિક હળવો થાય એ રીતે વ્યવસ્થા કરવી જોઈએ. રાજકોટની પ્રજામાં પણ ટ્રાફિકની સમસ્યા અંગે જાગૃતિ આવે તો પ્રશાસનની કામગીરી પણ સરળ બને.