સૌરાષ્ટ્ર યુનિ. ના સિન્ડેકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયાની મુખ્યમંત્રીને રજુઆત
ગુજરાત સરકાર દ્વારા ટ્રાફીક પોલીસને સ્પીડ ગન ચલાવવાની ટ્રેનીંગ લેવા માટે અમેરીકા જેવા દેેશોમાં મોકલવામાં આવે તેવી સૌરાષ્ટ્ર યુનિ.ના સિન્ડીકેટ સભ્ય ડો. ધરમ કાંબલીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.
ગુજરાત સરકાર દ્વારા રાજકોટ ટ્રાફીક પોલીસ શાખામાં ટ્રાફીક નિયમન માટે ખુબ જ ઉમદા વિદેશી ટેકનોલોજીની ભેટ આપી છે. જેથી વિજ્ઞાન સાથે કાયદો અમલી બને અને લોકોના સુખાકારી માટે ખુબ જ આનંદની વાત છે. ટ્રાફીક પોલીસ તે શહેરનો અરિસો કહેવાય છે. ભૂતકાળમાં અમુક ટ્રાફીક પોલીસને કારણે રાજકોટની ટ્રાફીક શાખાને લાંછન લગાડેલ હતું ટ્રાફીક પોલીસને ફરજ ખુબ જ સરાહનીય છે.
ટ્રાફીક શાખામાં જેમની ખુબ જ સારી કામગીરી હોય તેવા સક્ષમ પોલીસ કોન્સ્ટેબલ તેમજ અધિકારીઓને અમેરિકા જેવા દેશોમાં આવી પ્રેકટીકલી તાલીમ તેમજ મુલાકાતે મોકલવામાં આવે તો ગુજરાત ભરમાં આ ટ્રેનીગ પ્રાપ્ત કરેલ ટ્રાફીક પોલીસનો ડીપાર્ટમેન્ટ માં તેમજ લોકોને ખુબ જ લાભ મળે તેમજ ટ્રાફીકના લોકોને પ્રોત્સાહન પણ પ્રાપ્ત થાય તેમ જ આવી નવી ટેકનોલોજી માટે લોકો સાધનો વ્યવહાર પણ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તો જ સમાજને મદદરુપ થઇ શકો માત્ર કાયદો લાગવાથી સમાજનો સુધારો થતી નથી પરતુ તેમાં લોકો જોડાય અને લોકોને પોલીસ પર વિશ્ર્વાસ પ્રાપ્ત થાય ત્યારે જ આવી સ્પીડ ગનનો સાચો ઉપયોગ ગણાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,